OTT પર અશ્લીલતા અને અપશબ્દો થશે બંધ, સરકારે લીધો મોટો નિર્ણય

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ઓટીટી પ્લેટફોર્મને (OTT Platform) તેમના કન્ટેન્ટમાં અશ્લીલતા અને અપશબ્દો જેવી બાબતોને રોકવા માટે કહ્યું છે. તેમને પ્લેટફોર્મના રિપ્રેઝેન્ટેટિવ સાથે વાતચીત કરી છે.

OTT પર અશ્લીલતા અને અપશબ્દો થશે બંધ, સરકારે લીધો મોટો નિર્ણય
Anurag thakur
| Edited By: | Updated on: Jul 18, 2023 | 9:09 PM

એમાં કોઈ શંકા નથી કે છેલ્લા કેટલાક વર્ષોમાં ઓટીટી પ્લેટફોર્મ (OTT Platform) ખૂબ જ પોપ્યુલર બની ગયા છે, જ્યાં મનોરંજન માટે કન્ટેન્ટની કોઈ કમી નથી. દરરોજ નવી વેબ સિરીઝ અને ફિલ્મો રિલીઝ થતી રહે છે. પરંતુ ડિજિટલ પ્લેટફોર્મના કન્ટેન્ટ સેન્સર બોર્ડના કાર્યક્ષેત્રમાં આવતું નથી, જેના કારણે ઘણી સિરીઝ-ફિલ્મોમાં અશ્લીલતા અને અપશબ્દો જોવા મળે છે.

સમય-સમય પર એવી માંગણી કરવામાં આવી છે કે ઓટીટી પ્લેટફોર્મ પર પણ રોક લગાવવામાં આવે. આને લઈને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે તમામ મોટા ઓટીટી પ્લેટફોર્મના રિપ્રેઝેન્ટેટિવ સાથે બેઠક યોજી હતી અને આ વાત પર જોર મૂક્યું કે અશ્લીલતા પર અંકુશ રોક મૂકવામાં આવે.

આ મુદ્દાઓ પર કરી ચર્ચા

આ બેઠકમાં કન્ટેન્ટ રેગ્યુલેશન, યુઝર એક્સપિરિયન્સ અને આ સેક્ટરના ગ્રોથ અને ઈનોવેશન વિશે વાત થઈ હતી. અનુરાગ ઠાકુરે ભારપૂર્વક જણાવ્યું હતું કે ક્રિએટિવ એક્સપ્રેશનના નામ પર અશ્લીલતા અને અપશબ્દોને પ્રોત્સાહન આપવું જોઈએ નહીં અને ઓટીટી પ્લેટફોર્મ્સે આને લઈને તેમની જવાબદારી સમજવી જોઈએ. આ સિવાય પ્લેટફોર્મ આપણી સાંસ્કૃતિક વિવિધતાને લઈને પણ સંવેદનશીલ હોવી જોઈએ.

(PC: Anurag Thakur Twitter)

આ બેઠક વિશે અનુરાગ ઠાકુરે ટ્વીટ કરીને જાણકારી આપી છે. આ સાથે બેઠકની તસવીરો પણ શેર કરવામાં આવી છે. બેઠકમાં એ પણ ચર્ચા કરવામાં આવી હતી કે ઓટીટી પ્લેટફોર્મ્સ એ સુનિશ્ચિત કરવું જોઈએ કે દરેક વય જૂથના લોકોને વધુ સારો યુઝર્સ એક્સપીરિયન્સ મળે.

આ પણ વાંચો : Ananya Panday And Aditya Roy Kapur: આદિત્ય રોય કપૂર સાથે ફરી એકવાર જોવા મળી અનન્યા પાંડે, પોર્ટુગલની રેસ્ટોરન્ટની તસવીર વાયરલ

લોકો ડિજિટલ કન્ટેન્ટ જોવાનું કરે છે પસંદ

લોકડાઉનના સમયથી ઓટીટી પ્લેટફોર્મ મનોરંજન માટે લોકોની પહેલી પસંદગી તરીકે ઉભરીને સામે આવ્યું છે. હાલમાં એવું જોવા મળે છે કે મોટી સંખ્યામાં લોકો કન્ટેન્ટને ડિજિટલી જોવાનું પસંદ કરે છે. તેને ધ્યાનમાં રાખીને, ફિલ્મમેકર્સ પણ ઘણીવાર કંઈક નવું લઈને આવે છે. થિયેટરો કરતાં આજકાલ ઓટીટી પર વધુ કન્ટેન્ટ રિલીઝ થાય છે, જેમાં મોટા સ્ટાર્સની ફિલ્મો અને સિરીઝનો પણ સમાવેશ થાય છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો