અક્ષયની ફિલ્મ કઠપુતલી આ દિવસે ઓટીટી પર થશે સ્ટ્રીમ, થિયેટર રિલીઝથી ડરી ગયા છે એક્ટર?

અક્ષય કુમારની (Akshay Kumar) ફિલ્મ કઠપુતલી 2 સપ્ટેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય રકુલપ્રીત સિંહ પણ જોવા મળશે.

અક્ષયની ફિલ્મ કઠપુતલી આ દિવસે ઓટીટી પર થશે સ્ટ્રીમ, થિયેટર રિલીઝથી ડરી ગયા છે એક્ટર?
akshay-kumar-cuttputlli-teaser-out
| Edited By: | Updated on: Aug 19, 2022 | 5:43 PM

એક્ટર અક્ષય કુમારે (Akshay Kumar) આજે તેના ફેન્સને એક મોટું સરપ્રાઈઝ આપ્યું છે. અક્ષય કુમારે અચાનક તેની નવી ફિલ્મની જાહેરાત તેના ટીઝર સાથે કરી છે. બોલિવૂડ એક્ટર અક્ષય કુમારની આ ફિલ્મનું નામ છે કઠપુતલી (Cuttputlli). તેની સૌથી રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થવાને બદલે સીધી ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ કરવામાં આવશે. આજે ફિલ્મ કઠપુતલીનું પહેલું ટીઝર સામે આવ્યું છે અને આવતીકાલે એટલે કે 20 ઓગસ્ટે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે.

શું કઠપુતલીની આ રમત જીતશે અક્ષય કુમાર?

અક્ષય કુમારે ફિલ્મ કઠપુતલીનું ટીઝર રિલીઝ કર્યું છે, જેને જોઈને એવો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે આ એક ક્રાઈમ થ્રિલર ફિલ્મ હશે. ફિલ્મની અક્ષય કુમારની કેટલીક તસવીરો ટીઝર તરીકે રિલીઝ કરવામાં આવી છે. ફરી એકવાર અક્ષય કુમાર પોલીસ ઓફિસરના રોલમાં જોવા મળશે, જે સીરિયલ કિલરની શોધમાં છે.

ટીઝર જોઈને સ્પષ્ટ થાય છે કે અક્ષય કુમાર એક વ્યક્તિને પકડવા માટે તેના સાથીઓ સાથે તેની શોધમાં નીકળ્યો છે. તેઓ તેમના મિશનને પૂરું કરવા માટે અલગ અલગ રણનીતિ અપનાવે છે. ટીઝરની સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ 2 સપ્ટેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે. આ ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય રકુલપ્રીત સિંહ પણ જોવા મળશે.

ફિલ્મ કઠપુતલીનું ટીઝર રીલિઝ કરતા અક્ષય કુમારે કેપ્શનમાં લખ્યું છે – આ રમત પાવરની નથી, તે માઈન્ડની છે. અને આ માઈન્ડ ગેમમાં તમે અને હું… બધા કઠપુતલી છીએ. 2 સપ્ટેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. ટ્રેલર આવતીકાલે રિલીઝ થશે.

અહીં જુઓ અક્ષય કુમારની કઠપુતલીનું ટીઝર

થિયેટર રિલીઝથી ડરે છે એક્ટર?

અક્ષય કુમારની આ અપકમિંગ ફિલ્મનું ટીઝર દર્શકોને પસંદ આવ્યું છે, પરંતુ એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે અક્ષયે ઓટીટી પ્લેટફોર્મ કેમ પસંદ કર્યું? શું અક્ષય કુમાર તેના સતત ત્રણ ફ્લોપ પછી થિયેટર રિલીઝથી ડરી ગયો છે? અત્યારે તો આ સવાલોના જવાબ માત્ર અક્ષય કુમાર જ આપી શકશે, પરંતુ એવું લાગે છે કે સમ્રાટ પૃથ્વીરાજ, બચ્ચન પાંડે અને રક્ષાબંધન જેવી ફિલ્મો ફ્લોપ થયા બાદ એક્ટર કોઈ રિસ્ક લેવા માંગતો નથી.

ઓટીટી પ્લેટફોર્મના કન્ટેન્ટને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં કદાચ અક્ષય ઓટીટી મુજબ કન્ટેન્ટ લાવી રહ્યો છે, જે દર્શકોને પસંદ આવશે. પરંતુ આ માત્ર ટીઝર હતું, આવતીકાલે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થશે, જે જોયા પછી જ કંઈ કહી શકાશે.