She Season 2 : અદિતિ પોહનકરની વેબ સિરીઝ ‘She’ની નેટફ્લિક્સ પર બોલબાલા, પ્રથમ સપ્તાહમાં જ ટોપ 10માં સામેલ

અદિતિ પોહનકરે (Aditi Pohankar) ભૂમિના રોલમાં ખૂબ ચર્ચા કરી હતી. વેબ સિરીઝ 'શી'ની બીજી સીઝન પણ લોકોને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

She Season 2 : અદિતિ પોહનકરની વેબ સિરીઝ Sheની નેટફ્લિક્સ પર બોલબાલા, પ્રથમ સપ્તાહમાં જ ટોપ 10માં સામેલ
અદિતિ પોહનકરની વેબ સિરીઝ 'શી' નેટફ્લિક્સ પર પ્રભુત્વ ધરાવે છે, પ્રથમ સપ્તાહમાં જ ટોપ 10માં સામેલ
Image Credit source: twitter
| Edited By: | Updated on: Jun 29, 2022 | 4:19 PM

She Season 2 : ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સની વેબ સિરીઝ (She Season 2)ની બીજી સિરીઝ રિલીઝ થઈ ગઈ છે, સિરીઝની બીજી સિઝન આરિફ અલીએ ડાયરેક્ટ કરી છે, જ્યારે શોનો લેખક ઈમ્તિયાઝ અલી છે, આ વેબ સિરીઝમાં લીડ રોલમાં અદિતિ પોહનકર, વિશ્વાસ કિની (Vishwas Kini) લીડ રોલમાં છે, આ વેબ સિરીઝ (Web series)ની પહેલી સિઝન લોકોને ખુબ પસંદ આવી હતી. ભૂમિના પાત્રમાં અદિતિના ખુબ વખાણ થઈ રહ્યા છે, વેબ સિરીઝ She Season 2 લોકોને ખુબ પસંદ આવી રહી છે. આ નેટફ્લિક્સના ગ્લોબલ ટોપ 10માં સામેલ થઈ ગઈ છે

વેબ સિરીઝ She Season 2 ગ્લોબલ ટોપ 10માં સામેલ

વેબ સિરીઝની બીજી સિઝન નેટફ્લિક્સના ગ્લોબલ ટોપ 10માં ટ્રેડ કરી રહી છે, નેટફ્લિક્સ અનુસાર ઈમ્તિયાઝ અલી દ્વારા નિર્મિત ક્રાઈમ ડ્રામા સિરીઝની નવી સિઝન આ વીકમાં સૌથી વધુ વખત જોવાનાર બિન અંગ્રેજી શોમાંથી એક છે, તમને જણાવી દઈએ કે શી વેબ સિરીઝનું પ્રીમિયર 17 જૂનના રોજ થયું હતુ, નેટફિલ્કસે જણાવ્યું કે, વેબ સિરીઝ રિલીઝ થયાને 2 દિવસની અંદર જ 11 દેશોમાંથી ટોચના 10 દેશોમાં ફેમસ થઈ છે, અદિતિ પોહનકરની વેબ સિરીઝ શીને 9.5 મિલિયનથી વધુ કલાક સુધી જોવામાં આવી ચૂકી છે, તમને જણાવી દઈએ કે Netflix ઈન્ડિયાના ટોપ ટીવી લિસ્ટમાં ‘She’ નંબર 1 પર ચાલી રહી છે.

કેવી છે શીની સ્ટોરી

શીની સિઝન 2માં જોવા મળશે. કેવી રીતે પોલીસ અને ગેંગ્સ્ટર નાયક વચ્ચે ભૂમિ ફસાઈ રહી છે, અને અનેક ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. તેની સાથે પોલીસ અને ગેંગ્સ્ટર બંન્ને કન્ફ્યુઝ છે કે તે કોની સાથે છે. આ રીતે ભૂમિનું પાત્ર ખુબ ઉંડાણમાં રજુ કરવામાં આવ્યું છે

અદિતિની શાનદાર એક્ટિંગ

એક્ટિંગને લઈ અદિતિ પોહનકર ખુબ આગળ વધી રહી છે. મરાઠી ફિલ્મ લાલ ભારીથી એક્ટિંગની દુનિયામાં નામ કમાનારી અદિતિએ ભૂમિના પાત્રને ખુબ સારી રીતે નિભાવ્યું છે, નાયકના પાત્રમાં કિશોર પણ સારું કામ કરી રહ્યો છે.અદિતીએ આશ્રમ વેબ સીરિઝમાં પમ્મીનો રોલ કર્યો હતો.. અદિતિ પોહનકર કહે છે કે,” હું સફળતાની ભૂખી એક્ટર છું અને અને જ્યારે મને કોઈ સારી સ્ક્રીપ્ટ મળે છે તો તેમાં કામ શરૂ કરવા માંગુ છું.