સોશિયલ મીડિયા પર #WeMissYouSRK થયુ ટ્રેન્ડ, યુઝર્સ આ રીતે કિંગખાનને કરી રહ્યા છે યાદ

ગુરુવારથી ટ્વિટર પર #WeMissYouSRK ટ્રેન્ડ કરી રહ્યુ છે અને આ હેશટેગ સાથે સોશિયલ મીડિયા પર ઘણી બધી પોસ્ટ જોવા મળી રહી છે.

સોશિયલ મીડિયા પર #WeMissYouSRK થયુ ટ્રેન્ડ, યુઝર્સ આ રીતે કિંગખાનને કરી રહ્યા છે યાદ
| Edited By: | Updated on: Jan 21, 2022 | 7:00 PM

Viral Post : બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની (Sharukh Khan) ઘણી ફેન ફોલોઈંગ છે. તમને જણાવી દઈએ કે, ડ્રગ્સ કેસમાં શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ધરપકડ બાદ તેઓ લેમલાઈટ અને સોશિયલ મીડિયાથી (Social Media) દુર છે. ત્યારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર #WeMissYouSRK ટ્રેન્ડ કરી રહ્યુ છે. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલી આ પોસ્ટ જોઈને આપણે અનુમાન લગાવી શકીએ છીએ કે તેના ફેન્સ તેને ખૂબ મિસ કરી રહ્યા છે.

56 વર્ષીય અભિનેતા છેલ્લે 2018માં આવેલી ફિલ્મ ઝીરોમાં જોવા મળ્યા હતા અને હાલમાં તે તેના આગામી પ્રોજેક્ટ પઠાણમાં વ્યસ્ત છે. જોકે,આ ફિલ્મ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં આવી નથી. તમને જણાવવુ રહ્યુ કે, શાહરૂખ છેલ્લે 23 સપ્ટેમ્બર, 2021ના રોજ ટ્વિટર પર એક પોસ્ટ શેર કરી હતી. જો કે, ઇન્સ્ટાગ્રામ પર SRKએ બે દિવસ પહેલા એક ઇલેક્ટ્રોનિક જાહેરાતની પોસ્ટ શેર કરી છે. ઉલ્લેખનીય છે કે, 28 ઓક્ટોબર, 2021ના રોજ પુત્ર આર્યનની જામીન બાદ આ તેની પ્રથમ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ હતી.

કિંગખાનની ટ્વિટર પરની છેલ્લી પોસ્ટ

જુઓ વાયરલ પોસ્ટ

આ પણ વાંચો : Viral : જંગલ સફારી પાર્કમાં અચાનક ખુંખાર સિંહ ઘૂસી ગયો કારમાં, વીડિયો જોઈને યુઝર્સ કહ્યુ ” યે તો હોલિવુડ સીન હૈ

Follow Us