The Kashmir Files : વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. દેશમાં આ ફિલ્મ રિલીઝ થયા બાદથી જ ચર્ચા છેડાઈ ગઈ છે. કાશ્મીરી પંડિતોને લઈને રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા(Social Media) પર અવનવી તસવીરો અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે સ્પષ્ટપણે દર્શાવે છે કે આ મુદ્દે લોકોમાં જે જાગૃતિ ન હતી, તેની વાત આજે થઈ રહી છે.
આ ફિલ્મ પર ઘણા લોકોએ સવાલો ઉઠાવ્યા હતા,જેને લઈને ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ પોતાના અંદાજમાં આપ્યા જવાબ છે. હાલમાં જ તેણે તેના ટ્વિટર એકાઉન્ટ પર વધુ એક તસવીર શેર કરી છે. આમાં એક વ્યક્તિની બ્લેક એન્ડ વ્હાઇટ તસવીર જોવા મળે છે, જે અખબારના (News Paper) કટીંગ જેવું લાગે છે અને તેની નીચે તે વ્યક્તિ વિશે સ્પષ્ટપણે કંઈક લખેલું છે. આ વ્યક્તિની જીભ કપાઈ ગઈ હતી, જેના વિશે વિવેક અગ્નિહોત્રીએ તસવીર શેર કરતા આ માહિતી આપી હતી.
તમને જણાવી દઈએ કે, આ તસવીર રમેશ કુમાર નામના વ્યક્તિની છે જેની જીભ માત્ર એટલા માટે કપાઈ ગઈ કારણ કે તેણે ‘ભારત માતા કી જય’ કહ્યું હતું. ઇસ્લામિક કટ્ટરપંથીઓએ તેની જીભ કાપી નાખી, જેના પછી તે ક્યારેય કશું બોલી શકવાની સ્થિતિમાં રહી શક્યો નહીં. આ વ્યક્તિની તસવીર શેર કરતા વિવેક અગ્નિહોત્રીએ કેપ્શનમાં લખ્યું છે કે, ‘જ્યારે પણ કોઈ નરસંહારનો ઇનકાર કરનાર જાનહાનિની સંખ્યા પર ચર્ચા કરીને ધ્યાન ભટકાવવાની કોશિશ કરે તો તેને 1989નો આ રિપોર્ટ બતાવો અને પૂછો કે તમે રમેશ કુમારને કેટલા નંબર આપશો ? BTW, @OmarAbdullah ના પિતા અને શ્રી શેખ અબ્દુલ્લાના પુત્ર તે સમયે મુખ્યમંત્રી હતા.
Whenever any Genocide Denier tries to divert by arguing on numbers of dead people, show him this report from 1989 and ask “how many numbers would you give Ramesh Kumar?”
Btw, @OmarAbdullah’s father and son of Shri Sheikh Abdullah was the chief minister at that time. pic.twitter.com/CNvOf2sgBy
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 23, 2022
હાલમાં જ આ સમાચાર પણ સામે આવ્યા હતા જેમાં ઓમર અબ્દુલ્લાએ એક વીડિયો દ્વારા કાશ્મીર ફાઈલ્સ વિશે ઘણી વાતો શેર કરી હતી. પત્રકારોને સંબોધિત કરતી વખતે તેમણે કહ્યું હતું કે, ‘તે સમયે તેમના પિતા ફારૂક અબ્દુલ્લા મુખ્યમંત્રી નહોતા. જોકે, વિવેકે તેનું સીધું નામ આપ્યું નથી
આ પણ વાંચો : શું The Kashmir Filesની કમાણી દાન કરવામાં આવશે? જાણો એક IASના પ્રશ્નનો વિવેક અગ્નિહોત્રીએ શું આપ્યો જવાબ
આ પણ વાંચો : વારાણસીમાં RRR ટીમને જોવા માટે ભેગી થઈ ભીડ, રામ ચરણ અને જુનિયર NTRએ ગંગા આરતીમાં લીધો ભાગ