અમદાવાદના રસ્તાઓ પર કાર્તિક આર્યને લીધી ડ્રાઈવિંગની મજા, કાર્તિકે અમદાવાદ વિશે કહી આ વાત

હાલમાં કાર્તિક આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે અમદાવાદના રસ્તાઓ પર કાર રાઈડની મજા માણતો દેખાય છે. આ કારમાં તેની કો-સ્ટાર કિયારા અડવાણી આગળની સીટમાં જોવા મળી હતી.

અમદાવાદના રસ્તાઓ પર કાર્તિક આર્યને લીધી ડ્રાઈવિંગની મજા, કાર્તિકે અમદાવાદ વિશે કહી આ વાત
Kartik Aryan Viral Video
Image Credit source: file photo
| Edited By: | Updated on: Nov 08, 2022 | 11:18 PM

કાર્તિક આર્યન હાલમાં તેના કરિયરના શ્રેષ્ઠ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તેની બેક ટૂ બેક દરેક ફિલ્મો હિટ થઈ રહી છે. કાર્તિક આર્યન હાલમાં ગુજરાતના અમદાવાદમાં પોતાની આગામી ફિલ્મ ‘સત્યપ્રેમ કી કથા’ની શૂટિંગ માટે આવ્યો છે. તેની સાથે બોલિવૂડના અનેક સ્ટાર પર આ શૂટિંગમાં જોડાયા છે. તેમની શૂટિંગ દરમિયાનના અનેક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. અમદાવાદના લોકો પોતાના મનગમતા બોલિવૂડ સ્ટારને પોતાના શહેરમાં જોઈ દંગ રહી ગયા છે. તેઓ તેમની સાથે સેલ્ફી પડવા માટે પડાપડી કરતા જોવા મળ્યા હતા. આ ફિલ્મની શૂટિંગ માટે કિયારા અડવાણી પણ અમદાવાદમાં જોવા મળી છે.

હાલમાં કાર્તિક આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તે અમદાવાદના રસ્તાઓ પર કાર રાઈડની મજા માણતો દેખાય છે. આ કારમાં તેની કો-સ્ટાર કિયારા અડવાણી આગળની સીટમાં જોવા મળી હતી. સાથે સાથે કાર્તિક આર્યને અમદાવાદ માટે એક વાત પણ કહી છે. જેને સાંભળી અમદાવાદીઓ ખુબ ખુશ થયા છે.

કાર્તિક આર્યને શેયર કર્યો વીડિયો

 

કાર્તિક આર્યને આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેયર કર્યો છે. આ વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યુ છે કે, Ahmedabad is a Vibe 🔥 🚀.આ વીડિયોમાં જોઈ શકાય છે કે કિયારા અડવાણી અને અન્ય ક્રૂ મેમ્બર પણ કાર્તિકની કારમાં બેસી કાર રાઈડનો આનંદ માણી રહ્યા છે. કાર્તિક આર્યન જોરદાર સ્ટાઈલમાં કાર ચલાવી કિયારા અને અન્ય લોકોને કાર રાઈડનો બેસ્ટ અનુભવ કરાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.

કાર્તિક આર્યનની ફિલ્મ ફ્રેડીનું ટીઝર રિલીઝ

 

બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યનની હોટસ્ટાર પર રિલીઝ થનારી નવી ફિલ્મ ફ્રેડીનું ટીઝર રિલીઝ થઈ ચૂક્યું છે. આ વીડિયોમાં તમે કાર્તિક આર્યનને એક અલગ અંદાજમાં જોઈ શકશો. આ ફિલ્મમાં કાર્તિકની સાથે અલાયા એફ જોવા મળી શકે છે. તમને જણાવી દઈએ કે, અલાયા એફ એક્સ બિગ બોસ સ્પર્ધક પુજા બેદીની પુત્રી છે, ફેડી ટીઝરમાં અલાયા જોવા મળતી નથી પરંતુ આ સિરીઝમાં કાર્તિકના 2 અલગ અલગ અંદાજ જોવા મળ્યા છે. ફ્રેડી એક થ્રિલર ફિલ્મ છે.