નાયકની સાથે-સાથે ખલનાયક પણ હતા Vinod Khanna, લાઈફ વિષે જાણો-અજાણી વાતો

|

Apr 27, 2021 | 2:21 PM

વિનોદ ખન્નાએ ( Vinod Khanna ) બોલિવૂડ પર પ્રભુત્વ મેળવ્યું અને પછી અચાનક આધ્યાત્મિક યાત્રા પર ઓશો સાથે ગયા. જ્યારે તેની કારકીર્દિ ખૂબ ઊંચાઈ પર હતી ત્યારે તેણે આધ્યાત્મિકતા તરફ જવાનો ફેંસલો કર્યો હતો.

નાયકની સાથે-સાથે ખલનાયક પણ હતા Vinod Khanna, લાઈફ વિષે જાણો-અજાણી વાતો
વિનોદ ખન્ના

Follow us on

વીતેલા જમાનાના દિગ્ગજ એક્ટર વિનોદ ખન્નાની (Vinod Khanna) ગણતરી બોલીવુડના સદાબહાર કલાકારોમાં થતી હતી. વિનોદ ખન્નાએ ઘણી મોટી ફિલ્મમાં એક્ટીંગ કરીને દર્શકોના બનાવી લીધી હતી. વિનોદ ખન્ના તેજસ્વી હીરોની ભૂમિકા ઉપરાંત ફિલ્મોમાં ઉત્તમ વિલનની ભૂમિકા માટે પણ જાણીતા હતા. વિનોદ ખન્નાની પુણ્યતિથિ 27 એપ્રિલ છે. ત્યારે આજે અમે તમને તેમની સાથે સંબંધિત ખાસ બાબતો જણાવીશું.

વિનોદ ખન્નાનો જન્મ 6 ઓક્ટોબર 1946 માં પાકિસ્તાનમાં થયો હતો. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1969 માં ફિલ્મ ‘મન કા મીત’ થી કરી હતી. તેમની પહેલી જ ફિલ્મમાં વિનોદ ખન્નાએ વિલનની ભૂમિકા ભજવી હતી, જેને દર્શકોને ખૂબ પસંદ આવી હતી. આ પછી તેણે ‘પુરબ ઔર પશ્ચિમ’, ‘સચ્ચા ઝુઠા’, ‘ઓન મિલો સઝના’, ‘મસ્તાના’ અને ‘મેરા ગાંવ, મેરા દેશ’ સહિતની ઘણી ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવીને ઘણીચર્ચામાં આવ્યા હતા.

વિનોદ ખન્નાએ પણ ફિલ્મોમાં નાયકનો રોલ નિભાવીને ઘણું નામ કમાયું હતું. શાનદાર ફિલ્મો માટે તેમને અનેક એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. વિનોદ ખન્ના હંમેશા તેમની વ્યાવસાયિક જિંદગી કરતા તેમની પર્સનલ લાઇફ વિશે હંમેશા ચર્ચામાં રહેતા હતા. એક કલાકારથી આધ્યાત્મિકતા અને પછી રાજકારણ સુધીની તેમની સફર ખૂબ રસપ્રદ હતી. વિનોદ ખન્નાનું જીવન ખૂબ જ રસપ્રદ રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

વિનોદ ખન્નાએ બોલિવૂડ પર પ્રભુત્વ મેળવ્યું અને પછી અચાનક આધ્યાત્મિક યાત્રા પર ઓશો સાથે ગયા. જ્યારે તેની કારકીર્દિ ખૂબ ઊંચાઈ પર હતી ત્યારે તેણે આધ્યાત્મિકતા તરફ જવાનો ફેંસલો કર્યો હતો. દરેક વ્યક્તિ તેના આ પગલાથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે, વિનોદ ખન્ના બાદમાં ફરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પાછા ફર્યા. તમને જાણીને આશ્ચર્ય થશે કે એકવાર તે પાછા આવ્યા ત્યારે તેની કરિયર પુરી થઇ ગઈ હતી. આ પછી વિનોદ ખન્નાએ પણ અભિનય બાદ રાજકારણમાં હાથ અજમાવ્યો. તે રાજકારણી બન્યા હતા અને ચર્ચામાં આવ્યા હતા.

વિનોદ ખન્નાના અચાનક મૃત્યુથી તેમના પરિવાર અને ફેન્સ શોકમાં ગરકાવ થઇ ગયા હતા. વિનોદ ખન્નાએ કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા. વિનોદ ખન્નાએ લગભગ 6 વર્ષ સુધી તેની કેન્સરની વાત છુપાવી રાખી હતી. અહેવાલ મુજબ, તેણે વર્ષો સુધી કેન્સરની વાતને છુપાવી રાખી હતી. વિનોદ ખન્નાએ તેના મત વિસ્તાર ગુરદાસપુરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. આ દરમિયાન તેણે એમ પણ કહ્યું હતું કે તેની સારવાર ચાલી રહી છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે. પરંતુ બાદમાં કેન્સરને કારણે 27 એપ્રિલ 2017 ના રોજ તેનું અવસાન થયું.

Next Article