
થલાપતિ વિજયની મોસ્ડટ અવેટેડ ફિલ્મ જન નાયકનને લઈ છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાઓ ચાલી રહી છે.આ ફિલ્મ સુપરસ્ટારની છેલ્લી ફિલ્મ છે. જેન નેતાની રીલિઝ ડેટ પાછળ ગઈ છે. જેના વિશે જાણકારી બુધવારના રોજ ફિલ્મના પ્રોડક્શન હાઉસ KVN આપી હતી. પ્રોડક્શન હાઉસે જણાવ્યું હતુ કે, આ નિર્ણય સર્ટિફિકેટ ન મળવાને કારણે લેવામાં આવ્યો છે. પરંતુ હવે થલાપતિ વિજયની જન નાયકનને UA 16+ સર્ટિફિકેટ મળ્યું છે. પરંતુ રિલીઝને લઈ હજુ સુધી કોઈ અપટેડ આપ્યું નથી.
કેટલાક લોકો થલાપતિ વિજયની છેલ્લી ફિલ્મના નામથી અસમંજસમાં છે કે આ ફિલ્મનું નામ જન નાયકન છે કે, જન નેતા છે. થલાપતિ વિજયની જન નયાકન તમિલ,તેલુગુ, કન્ન્ડ અને મલાયલમ સિવાય હિન્દીમાં પણ રિલીઝ થશે.જેના હિન્દી વર્ઝનનું ઓફિશિયલ ટાઈટલ જન નેતા છે.
વિજય થલાપતિની છેલ્લી ફિલ્મને હિન્દીમાં જન નેતાના નામથી રિલીઝ કરવામાં આવશે. જન નાયકનનું ટ્રેલર હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવ્યું છે. જેમાં જન નાયકનને હિન્દીના વર્ઝનમાં જન નેતાના રુપે જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 9 જાન્યુઆરીના રોજ હિન્દી સહિત અન્ય ભાષામાં રિલીઝ થવાની હતી પરંતુ હવે રિલીઝ ડેટ સ્થગિત કરવામાં આવી છે. નવી તારીખને લઈ મેકર્સે અત્યારસુધી કોઈ જાહેરાત કરી નથી.જન નાયકની રિલીઝ ડેટ ફિલ્મના સર્ટિફિકેટના કારણે પોસ્ટપોન થઈ છે. પરંતુ હવે ફિલ્મને યુએ સર્ટિફિકેટ મળી ગયું છે.મદ્રાસ હાઈકોર્ટે ફિલ્મની રિલીઝ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે.
થલાપતિ વિજયની મોસ્ટ અવેટેડ ફિલ્મ “જન નાયકન” ને CBFC તરફથી UA 16+ સર્ટિફિકેટ મળ્યું છે. આનો અર્થ એ છે કે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ફક્ત માતાપિતાની દેખરેખ હેઠળ જ ફિલ્મ જોઈ શકે છે.એચ વિનોદના નિર્દેશનમાં બનેલી જન નાયકમાં વિજયની સાથે પુજા હેગડે, બોબી દેઓલ, મામિથા બૈઝુ, મોનિશા બ્લેસી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.આ ફિલ્મનું જ્યારથી શૂટિંગ ચાલું છે ત્યારથી ચર્ચામાં રહી છે. થલાપતિ વિજય આ ફિલ્મ દ્વારા ફિલ્મી દુનિયાને અલવિદા કહેશે.
Published On - 1:11 pm, Fri, 9 January 26