Alia Ranbir Wedding: રણબીર-આલિયાના લગ્ન પહેલા વાસણવાળાના વાહનનો વીડિયો વાયરલ થયો, RK સ્ટુડિયો ઝળહળી ઉઠ્યો

|

Apr 12, 2022 | 6:27 PM

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના ઘરની બહારની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. paparazzi તેમની સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાતને કેમેરામાં કેદ કરી રહ્યાં છે. હવે બીજો એક વીડિયો સામે આવ્યો છે.

Alia Ranbir Wedding: રણબીર-આલિયાના લગ્ન પહેલા વાસણવાળાના વાહનનો વીડિયો વાયરલ  થયો, RK સ્ટુડિયો ઝળહળી ઉઠ્યો
રણબીર-આલિયાના લગ્ન પહેલા વાસણ વાળાનો વીડિયો વાયરલ થયો
Image Credit source: instagram

Follow us on

Alia Ranbir Wedding: આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની માત્ર પરિવારના સભ્યો જ નહીં ચાહકો પણ રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધીમાં સમારોહ સાથે જોડાયેલી ઘણી માહિતી સામે આવી છે. રણબીર અને આલિયા (Ranbir kapoor and Alia bhatt)ના લગ્નની વિધિ આરકે સ્ટુડિયોમાં થશે, જ્યાં માત્ર તેમના પરિવારના સભ્યો અને મિત્રો જ હાજરી આપશે. તેના ઘરની બહારની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. paparazzi તેમની સાથે જોડાયેલી દરેક નાની-મોટી વાતને કેમેરામાં કેદ કરી રહ્યા છે. હવે એક વીડિયો વાયરલ (Video viral) થઈ રહ્યો છે, જેમાં વાસણની ગાડી બહાર નીકળતી જોઈ શકાય છે.

વીડિયોમાં એક ટ્રકમાં મોટા વાસણો રાખવામાં આવ્યા છે. ટ્રકની પાછળ વાસણો વચ્ચે એક માણસ બેઠો છે. ત્યાં હાજર paparazzi આ વીડિયો શૂટ કર્યો છે. જો કે આ જોઈને તે વ્યક્તિ ટ્રકનું પાછળનું શટર બંધ કરવાનો પ્રયાસ કરે છે. ત્યારે અન્ય એક વ્યક્તિ શટર નીચે કરી નાંખે છે. વિરલ ભાયાણીએ આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

 

 

યુઝર્સે કોમેન્ટ સેક્શનમાં ફની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘આ આપણા જેવા છે. બીજાએ કહ્યું, આ લોકોનું જમવાનું તો આપણા જેવું જ છે અપને કા હી હૈ રે.

ઘરની સજાવટ

અગાઉ, આરકે સ્ટુડિયોની બહાર એક વીડિયો સામે આવ્યો હતો, જ્યાં તેને લાઈટથી સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો. આ સિવાય રણબીર કપૂરના ઘરની બહાર પણ લાઈટ લગાવવામાં આવી હતી. જો કે અત્યાર સુધી રણબીર કપૂર અને આલિયામાંથી કોઈએ પણ તેમના લગ્નને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. રણબીર અને આલિયાના ઘરે ચાલી રહેલી તૈયારીઓને ધ્યાનમાં રાખીને કહી શકાય કે ટૂંક સમયમાં રણબીર આલિયાના ફેન્સને તેમના લગ્નના ‘ગુડ ન્યૂઝ’ સાંભળવા મળી શકે છે.

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો : ચીન તાઈવાન પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે, અમેરિકાએ કહ્યું- રાષ્ટ્રપતિ સાઈ ઈંગ વેન સાથે મળીને શી જિનપિંગને આપશે જડબાતોડ જવાબ

Next Article