Vicky Katrina : વિકી અને કેટરિના આ ખાસ પ્રોજેક્ટ પર કરશે કામ, પહેલીવાર સાથે જોવા મળશે આ જોડી

વિકી કૌશલ અને કેટરિના કૈફ થોડા દિવસો પહેલા જ મુંબઈ પરત ફર્યા છે અને ટૂંક સમયમાં તેમના કામ પર પાછા ફરવાના છે. બંનેએ સાથે એક પ્રોજેક્ટ સાઈન પણ કર્યો છે.

Vicky Katrina : વિકી અને કેટરિના આ ખાસ પ્રોજેક્ટ પર કરશે કામ, પહેલીવાર સાથે જોવા મળશે આ જોડી
vicky kaushal and katrina kaif
| Edited By: | Updated on: Dec 17, 2021 | 9:08 AM

Vicky Katrina :  વિકી અને કેટરિના (Katrina)ના ચાહકો, બન્નેની કેમેસ્ટ્રી જોઈને ખુશ હતા, પરંતુ ચાહકો પૈકી કેટલાક ચાહકોએ નિરાશા વ્યક્ત કરી હતી કે આટલી સારી કેમેસ્ટ્રી હોવા છતાં બંનેએ હજુ સુધી એકબીજા સાથે કામ કર્યું નથી. એક અહેવાલ મુજબ, વિકી અને કેટરીનાએ સાથે મળીને એક નવો પ્રોજેક્ટ (Project) સાઈન કર્યો છે. ટુંક સમયમાં બન્ને એકબીજા સાથે કામ કરતા જોવા મળશે.

હેલ્થ પ્રોડક્ટની જાહેરાતમાં સાથે જોવા મળશે

નવદંપતી ટૂંક સમયમાં એક કોમર્શિયલમાં સાથે જોવા મળશે. ઈન્ડસ્ટ્રીના એક સૂત્રના જણાવ્યા અનુસાર, વિકી અને કેટરિના એક હેલ્થ પ્રોડક્ટ (Health product)માં સાથે જોવા મળશે અને ટૂંક સમયમાં તેનું શૂટિંગ શરૂ કરશે. સૂત્રે વધુમાં ઉમેર્યું હતું કે વિકી અને કેટરીનાએ અન્ય લક્ઝરી બ્રાન્ડ માટે પણ સાઈન કર્યા છે.

 

આ પહેલીવાર નથી જ્યારે કોઈ સેલિબ્રિટી કપલ લગ્ન પછી એક કોમર્શિયલમાં સાથે જોવા મળ્યું હોય. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ લગ્ન કર્યા પછી ઘણી જાહેરાતોમાં સાથે જોવા મળ્યા છે અને આ જોડી ચાહકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જેમણે હજી લગ્ન કર્યા નથી તેઓ પણ સાથે જાહેરાતો કરી રહ્યા છે.

વિકી અને કેટરીનાએ 9 ડિસેમ્બરે સિક્સ સેન્સ ફોર્ટ ખાતે મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે લગ્ન કર્યા હતા. બંને હાલમાં જ હનીમુનથી મુંબઈ પરત ફર્યા છે. આ રોયલ વેડિંગથી જ ચાહકો ઈચ્છતા હતા કે બંને કોઈ પ્રોજેક્ટ પર સાથે કામ કરે.

આ ફિલ્મોમાં વિકી અને કેટરીના જોવા મળશે

હવે બધાની નજર કેટરીના અને વિકીની જાહેરાત પર છે. જાહેરાતોમાં કામ કર્યા બાદ ચાહકોને આશા હશે કે બંને જલ્દી એક ફિલ્મમાં સાથે જોવા મળશે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કેટરીના સલમાન ખાનની સામે ‘ટાઈગર 3’માં જોવા મળશે. તે જ સમયે, વિકી કૌશલ ‘ધ ઈમોર્ટલ અશ્વત્થામા’માં જોવા મળશે. આ સિવાય અભિનેતા ‘ગોવિંદા નામ મેરા’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેની સાથે કિયારા અડવાણી અને ભૂમિ પેડનેકર જોવા મળશે.

આ પણ વાંચો : બુર્જ ખલીફા પર છવાયો રણવીર સિંહ, ’83’ની ઝલક દેખાતા દીપિકા પાદુકોણે આપી આવી પ્રતિક્રિયા