Viral : એક્ટ્રેસ અંકિતા લોખંડેના જન્મદિવસને પતિ વિકી જૈને બનાવ્યો ખાસ, શેર કરી આ સ્પેશિયલ પોસ્ટ

|

Dec 19, 2021 | 11:20 AM

તાજેતરમાં જ અંકિતા લોખંડે અને વિકી જૈન લગ્નના બંધનમાં બંધાયા છે. લગ્ન બાદ આજે અંકિતાનો પહેલો જન્મદિવસ છે, ત્યારે પતિ વિકી જૈને તેના જન્મદિવસને ખાસ બનાવ્યો છે.

Viral : એક્ટ્રેસ અંકિતા લોખંડેના જન્મદિવસને પતિ વિકી જૈને બનાવ્યો ખાસ, શેર કરી આ સ્પેશિયલ પોસ્ટ
Ankita Lokhande Birthday

Follow us on

Happy Birthday Ankita Lokhande : અભિનેત્રી અંકિતા લોખંડેનો (Ankita Lokahande) આજે જન્મદિવસ છે. અંકિતાએ તાજેતરમાં જ બોયફ્રેન્ડ વિકી જૈન (Vicky Jain) સાથે લગ્ન કર્યા છે. લગ્ન પછી અંકિતાનો આ પહેલો જન્મદિવસ છે, જેને ખાસ બનાવવા માટે પતિ વિકી કોઈ કસર છોડી રહ્યા નથી. વિકીએ સોશિયલ મીડિયા પર અંકિતાને સ્પેશિયલ રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. વિકીની આ પોસ્ટ સોશિયલ મીડિયા (Social Media) પર વાયરલ થઈ છે.

તમને જણાવી દઈએ કે, વિકી અને અંકિતા 14 ડિસેમ્બરના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્નમાં અનેક બોલિવુડ સેલેબ્સ (Bollywood Celebs) પણ સામેલ થયા હતા. લગ્નની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. અંકિતા અને વિકીએ લગ્નના દરેક ફંક્શનને ખૂબ એન્જોય કરતા જોવા મળ્યા હતા. ત્યારે આજે વિકીએ ખૂબ જ સુંદર તસવીર શેર કરીને અંકિતાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

વિકીએ સોશિયલ મીડિયા પર શેર કરી સ્પેશિયલ પોસ્ટ

વિકીએ સનસેટમાં પોતાની અને અંકિતાની એક તસવીર શેર કરી છે. ફોટો શેર કરતી વખતે તેણે લખ્યુ, હેપ્પી બર્થડે મિસીસ જૈન…… વાયરલ થઈ રહેલી આ તસવીરમાં બંને એકબીજામાં ખોવાયેલા જોવા મળે છે.

ચાહકોએ જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી

વિકીની પોસ્ટ પર કોમેન્ટ કરીને ઘણા સેલેબ્સ અને ચાહકો પણ અંકિતાને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. એક ચાહકે લખ્યું, હેપ્પી બર્થડે મિસીસ જૈન. જ્યારે અન્ય એક પ્રશંસકે લખ્યું, તમે બંને એક સાથે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો.

અંકિતાએ બર્થડે સેલિબ્રેશનની તસવીરો શેર કરી

અંકિતા લોખંડેએ લગ્ન બાદ પોતાના પહેલા બર્થડે સેલિબ્રેશનની (Birthday Celebration) તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં અંકિતા કેક કાપતી જોવા મળી રહી છે. કેક પર મિસીસ જૈન લખેલું છે. આ સેલિબ્રેશનમાં વિકી સાથે તેનો પરિવાર પણ જોવા મળી રહ્યો છે.

તમને જણાવી દઈએ કે, અભિનેત્રી કંગના રનૌતે (Kangana Ranaut) પણ અંકિતા અને વિકીના લગ્નના સંગીતમાં ભાગ લીધો હતો. કંગના અને અંકિતાની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. બંનેએ ફિલ્મ મણિકર્ણિકામાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ સાબિત થઈ હતી.

 

આ પણ વાંચો : Saytameva Jayate 2: થિયેટર બાદ જોન અબ્રાહમની ફિલ્મ હવે OTT પ્લેટફોર્મ પર આવશે, આ દિવસે થશે રિલીઝ

Next Article