Video : પોતાના ડ્રાઈવરના મૃત્યુથી દુઃખી થયો વરુણ ધવન, સોશિયલ મીડિયા પર શેર કરી ઈમોશનલ પોસ્ટ

|

Jan 19, 2022 | 4:52 PM

બોલિવૂડ એક્ટર વરુણ ધવને તેના ડ્રાઇવર મનોજ સાહુના મૃત્યુ પછી તેના પરિવારને માત્ર મદદ જ નથી કરી, પરંતુ તેણે તેની સાથે વિતાવેલી પળોને યાદ કરીને એક ઈમોશનલ પોસ્ટ પણ શેર કરી છે.

Video : પોતાના ડ્રાઈવરના મૃત્યુથી દુઃખી થયો વરુણ ધવન, સોશિયલ મીડિયા પર શેર કરી ઈમોશનલ પોસ્ટ
Varun Dhawan's driver manoj sahu death

Follow us on

Viral : બોલિવૂડ અભિનેતા વરુણ ધવન (Actor Varun Dhawan) માત્ર એક સારો એક્ટર જ નથી પણ એક સારો માણસ પણ છે. તેણે આ સાબિત પણ કર્યું છે. તેના ડ્રાઇવર મનોજ સાહુના (Manoj Sahu)  મૃત્યુ પછી, તેણે મનોજના પરિવારને મદદ કરી એટલું જ નહીં પરંતુ તેની સાથે વિતાવેલી પળોને યાદ કરીને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક થ્રોબેક વીડિયો પણ શેર કર્યો છે. આ સાથે તેણે એક ઈમોશનલ પોસ્ટ પણ લખી છે.

વરુણ ધવનના ડ્રાઈવર મનોજ સાહુનુ થયુ નિધન

તમને જણાવી દઈએ કે,વરુણ ધવનના ડ્રાઈવર મનોજ સાહુનું મંગળવારે અવસાન થયુ હતુ. અહેવાલો અનુસાર મનોજ સાહુને  છાતીમાં દુખાવો થતા તેને મુંબઈની એક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ ડૉક્ટરો તેમને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. મનોજે મંગળવારે સાંજે 5.30 કલાકે અંતિમ શ્વાસ લીધા હતા.

Owl Seeing Sign: ઘુવડ દેખાવવું શુભ કે અશુભ? જાણો રાત્રે દેખાય તો શું સંકેત આપે છે
આજનું રાશિફળ તારીખ 02-04-2025
રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સમાંથી થશે બહાર ?
રેમો તેની પત્નીને સુપરવુમન માને છે, જુઓ ફોટો
હાર્દિક પંડ્યાની રુમર્ડ ગર્લફ્રેન્ડ જાસ્મીન વાલિયાની કુલ નેટવર્થ કેટલી છે?
મૌની રોય કેટલા કરોડની માલિક છે? જાણો

 

મનોજ છેલ્લા 26 વર્ષ સુધી વરુણ ધવન સાથે હતો. તેના મૃત્યુના એક દિવસ બાદ અભિનેતા વરુણ ધવને એક થ્રોબેક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વરુણે એક ઇવેન્ટનો વીડિયો શેર કર્યો જેમાં તેની સાથે ડ્રાઈવર મનોજ પણ સ્ટેજ પર જોવા મળે છે.

થ્રોબેક વિડીયો દ્વારા વ્યક્ત કર્યુ દુઃખ

બોલિવુડ ઈન્ડસ્ટ્રીના લોકો પણ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા

વરુણ ધવને કેપ્શનમાં લખ્યું, ‘મનોજ છેલ્લા 26 વર્ષથી મારા જીવનમાં સામેલ હતો. તે મારું સર્વસ્વ હતું. મારી ઉદાસી વ્યક્ત કરવા માટે મારી પાસે શબ્દો નથી, પરંતુ હું ઈચ્છું છું કે લોકો તેમની અદભૂત બુદ્ધિ, રમૂજ અને જીવન પ્રત્યેના તેમના જુસ્સા માટે તેમને યાદ કરે. હું હંમેશા આભારી રહીશ કે મનોજ મારા જીવનમાં હતા.

 

આ પણ વાંચો : કોલેજમાં સારા અલી અને વિક્કી કૌશલની ફિલ્મના શૂટિંગ દરમિયાન થયો હંગામો, પરીક્ષાની થોડી મિનિટો પહેલા જ વિદ્યાર્થીઓ એન્ટ્રીથી થયા નારાજ

Published On - 4:52 pm, Wed, 19 January 22