ઉર્ફી જાવેદ (Urfi Javed) જે હાલમાં સુઝાન ખાનની બહેન અને ડિઝાઇનર ફરાહ અલી ખાન (Farah Ali Khan) સાથે સોશિયલ મીડિયા પર તેના શાબ્દિક યુદ્ધ માટે સમાચારમાં છે, કારણ કે ફરાહે તેણીની ફેશન પસંદગીઓ માટે ઇન્સ્ટાગ્રામ (Instagram) પર ટેગ કરી હતી. ઉર્ફીએ તાજેતરમાં એક ટીવી ચેનલ સાથે વિશિષ્ટ રીતે વાત કરી અને શેર કર્યું કે કેવી રીતે લોકોએ તેણીની ફેશન પસંદગીઓને અભિનયની સાથે જોડવાનું શરૂ કર્યું. તેણે ખુલાસો કર્યો કે તેને કહેવામાં આવી રહ્યું છે કે તેણે માત્ર એડલ્ટ વેબ સિરીઝ કરવી જોઈએ કારણ કે તેને સારું કામ નહીં મળે.
ફિલ્મ ઉદ્યોગ મને સ્વીકારવા બિલકુલ તૈયાર નથી. તેઓ પરિવર્તન સ્વીકારવા તૈયાર નથી. તાજેતરમાં, હું એક કાસ્ટિંગ ડિરેક્ટરને મળી હતી જેણે મને કહ્યું કે હવે તમારા માટે ખાસ કરીને ટેલિવિઝનમાં કામ મેળવવું ખૂબ મુશ્કેલ છે. કારણ કે તમારી છબી ખૂબ ખરાબ છે. મે તરત જ તેને પૂછ્યું કે, ”મને માફ કરશો, પણ ખરાબ છબી ઍટલે તમે શું કહેવા માંગો છો??” ત્યારે તેણે મને જણાવ્યુ કે, તમે જે પ્રકારના કપડાં પહેરો છે, તેથી તમારી છબી ખરાબ છે. તેણે મને એડલ્ટ વેબ સિરીઝ માટે જવાનું કહ્યું કારણ કે મને સારું કામ નહીં મળે.
મેં તરત જ તેને કહ્યું કે હું કમ્ફર્ટેબલ ન હોવાથી હું ઈન્ટિમેટ સીન કરવા જઈ રહી નથી. મેં તે ખૂબ જ સ્પષ્ટ કરી દીધું છે. માત્ર એટલા માટે કે હું જે પ્રકારનાં કપડાં પહેરું છું તે મને નક્કી નથી કરતું કે હું આ બધી વસ્તુઓ કરીશ. લોકો સોશિયલ મીડિયા પર મારી ઈમેજને મારા અંગત જીવન સાથે જોડી રહ્યા છે તે ખૂબ જ ખોટું છે.”
ટેલીવુડની જાણીતી સ્ટારે આગળ જણાવ્યું કે, ”મને ખબર નથી કે લોકોમાં શું ખોટું છે. ભણેલા-ગણેલા લોકો આ કરી રહ્યા છે, તેઓ પોતે જ બધું કરે છે પણ તેમને મારાથી આ કામ કરવામાં તકલીફ છે. જેમ તમે જોઈ શકો છો કે હું આ માનસિકતાને કારણે ઇંટિમેંટ અભિનયનું કોઈ કામ નથી કરતી.” તેણીએ શેર કર્યું હતું.
ઉર્ફી, જે ભૂતકાળમાં કેટલાક જાણીતા ટીવી શોનો ભાગ રહી ચૂકી છે. જ્યારે લોકો તેની ફેશનની પસંદગીને તેના કામ સાથે જોડે છે ત્યારે તેણી ખૂબ જ ગુસ્સે થાય છે. “એવું નથી કે મને કામની ઓફર કરવામાં આવી ન હતી. ઑફર્સ હતી, પરંતુ તે સમયે તે બધુ જ ઘનિષ્ઠ અને બોલ્ડ સામગ્રીવાળી વાર્તાઓ હતી. મને લાગે છે કે હું એક સારી અભિનેત્રી છું અને મને એક તકની જરૂર છે. પરંતુ આ બે બાબતોને તમે જોડશો નહીં. મારું અંગત જીવન અંગત છે. હું જાણું છું કે મારો પણ દિવસ આવશે.” અભિનેત્રીએ આગળ ઉમેર્યું હતું.
ઉર્ફી, જેણે ભૂતકાળમાં સ્પષ્ટ કર્યું છે કે તે કોઈ પણ ધર્મનું પાલન કરતી નથી. લોકો વારંવાર ટિપ્પણી કરે છે અને તેણી જે કપડાં પહેરે છે તેના કારણે તેણીને મુસ્લિમ વિરોધી કહે છે. આ અંગે તેણીએ કહ્યું કે, “મેં ખુલ્લેઆમ કહ્યું છે કે હું તેને અનુસરતી નથી. હું કોઈ ધર્મમાં માનતી નથી. મને સમજાતું નથી કે લોકો મને શા માટે રાષ્ટ્રવિરોધી, મુસ્લિમ વિરોધી કહે છે.
હું દરેક વસ્તુની વિરોધી થઈ ગઈ છું. આ શું તર્ક છે. સ્ત્રીઓ અમુક સૂચના મેન્યુઅલ સાથે જન્મે છે અને એકવાર તમે આ માર્ગદર્શિકાને અનુસરવાનું બંધ કરો છો, તમે પ્રાણી બની જાઓ છો. મારી સાથે તે જ થઈ રહ્યું છે. હું ઇસ્લામ, જે ધર્મ સાથે હું જન્મી છું તેને હવે અનુસરતી નથી.”
અભિનેત્રીએ આગળ જણાવ્યું હતું કે, ”હું ધર્મમાં માનતી નથી અને મને લાગે છે કે તે હૃદયથી આવવું જોઈએ. તમારે કોઈને પણ કોઈપણ ધર્મનું પાલન કરવાની ફરજ પાડવી જોઈએ નહીં. મને લાગે છે કે આજકાલ લોકો ધર્મને એવી આત્યંતિક પરિસ્થિતિમાં લઈ જઈ રહ્યા છે કે તેઓ પોતાની વચ્ચે અને સોશિયલ મીડિયા પર ઝેર ફેલાવી રહ્યા છે. મેં ઇસ્લામના પ્રચારની જવાબદારી લીધી નથી. અજમલ કસાબે ઘણા લોકોને માર્યા છે, તો પણ તેણે ઇસ્લામનું નામ બગાડ્યું નથી. પરંતુ માત્ર હું ટૂંકા કપડા પહેરીને ઇસ્લામની છબી બગાડી રહી છું, આવી વાતો ફેલાવવામાં આવી રહી છે.”
આ પણ વાંચો – ઉર્ફી જાવેદની બિલ્ડિંગના સિક્યુરિટી ગાર્ડ સાથે થઈ તુતુ મેંમેં, જુઓ વાયરલ વીડિયો
Published On - 10:58 pm, Sat, 2 April 22