OMG : ‘તારક મહેતા’ના પોપટલાલે અમિતાભ બચ્ચનને કરી આજીજી , કહ્યું “તમે મારા લગ્ન કરાવી શકશો ?”

|

Dec 06, 2021 | 2:25 PM

જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીથી લઈને પોપટલાલ (Patrkar Popatlal) સુધીના સૌ કલાકારો આ શો માં જોવા મળશે. સાથે જ લોકપ્રિય શો ના નિર્માતા અસિત કુમાર મોદી પણ KBC માં જોવા મળશે.

OMG : તારક મહેતાના પોપટલાલે અમિતાભ બચ્ચનને કરી આજીજી , કહ્યું તમે મારા લગ્ન કરાવી શકશો ?
Kaun Banega Crorepati Show

Follow us on

 Kaun Banega Crorepati  : કૌન બનેગા કરોડપતિ’એ તાજેતરમાં તેના 1000 એપિસોડ પૂરા કર્યા છે. આ શોને વધુ ખાસ બનાવવા માટે ટૂંક સમયમાં જ ટીવીના સૌથી લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (Taarak Mehta Ka Ooltah Chashmah) કલાકારો અમિતાભ બચ્ચનના પ્રશ્નોના જવાબ આપતા જોવા મળશે. જી હા, KBCના ચાહકો માટે સારા સમાચાર છે કે આ સપ્તાહનો શુક્રવાર શાનદાર રહેશે.

‘તારક મહેતા’ના કલાકારો KBC માં મચાવશે ધમાલ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જેઠાલાલ ઉર્ફે દિલીપ જોશીથી લઈને પોપટલાલ (Patrkar Popatlal) સુધીના સૌ કલાકારો આ શો માં જોવા મળશે. સાથે જ લોકપ્રિય શો ના નિર્માતા અસિત કુમાર મોદી પણ KBC માં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે અમિતાભ બચ્ચન દ્વારા હોસ્ટ કરવામાં આવેલા શોમાં શુક્રવારે એક કે બે નહિ,પરંતુ દર્શકોને 21 મહેમાનો જોવા મળશે.

તમને જણાવી દઈએ કે,સોની ટીવીએ આગામી ફેન્ટાસ્ટિક શુક્રવાર એપિસોડનો એક પ્રોમો રિલીઝ (Promo)  કર્યો છે. આ વીડિયો જોઈને ખબર પડે છે કે આ શુક્રવારે મસ્તી અને હાસ્યનો ઓવરડોઝ થશે.

જુઓ શો નો Promo

પોપટ લાલે અમિતાભ બચ્ચનને કરી આ વિનંતી

તારક મહેતાના 21 લોકોને જોઈને અમિતાભ બચ્ચને કહ્યું કે ‘અહીં સીટ માત્ર 2 લોકો માટે છે’. બિગ બીની આ વાત પર જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ (Dilip Joshi) પણ જબરદસ્ત જવાબ આપ્યો. જેઠાલાલે કહ્યું, ” બે જણ ઉપર બેસશે, બાકીના નીચે ગોઠવાઈ જશે.’ આ પછી હાસ્યનો જે સિલસિલો શરૂ થયો તે અહીં અટક્યો નહીં. પોપટલાલે તો અમિતાભ બચ્ચનને લગ્ન માટે આજીજી પણ કરી હતી.

સેટ પર ગરબા

અમિતાભ બચ્ચન સાથેના લગ્ન વિશે વાત કરતાં પોપટલાલે કહ્યું, ‘સર, તમે મારા લગ્ન કરાવી શકો છો.? હું લૉકડાઉનમાં ઘરને પણ સારી રીતે સાફ કરી લઉ છુ. પોપટલાલની વાત સાંભળીને બિગ બી હસવા લાગ્યા અને બોલ્યા, ‘શાબાશ’. શોમાં જેઠાલાલ અને બાપુજી હોટ સીટ પર બેઠેલા જોવા મળ્યા હતા.સાથે જ સમગ્ર કાસ્ટ સ્ટેજ પર ગરબે રમતા જોવા મળ્યા.

 

આ પણ વાંચો : Pathan: આ તારીખથી શાહરૂખ ખાન ‘પઠાણ’નું શૂટિંગ કરશે શરૂ, દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ પણ જોવા મળશે સાથે

આ પણ વાંચો : Bigg Boss 15 શમિતા શેટ્ટીએ ‘વીકેન્ડ કા વાર’માં સલમાન ખાન પર બૂમ પાડી, કહ્યું શું તમને લાગે છે કે મારી માતાને આ જોવું ગમશે?

Published On - 12:53 pm, Mon, 6 December 21

Next Article