યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા

ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત ટીવી અભિનેત્રી વૈશાલી ઠક્કરે આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીએ ઈન્દોરમાં ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રીએ એક સુસાઈડ નોટ પણ છોડી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા
યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Oct 16, 2022 | 7:13 PM

Vaishali Thakkar :  ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી છે. તે મૂળ મહિધરપુર ઉજ્જૈનની હતી અને તેના ઉચ્ચ સપના અને અભિનેત્રી (TV actress)બનવાના જુસ્સાને કારણે મુંબઈ આવી હતી. મુંબઈમાં વિવિધ સિરિયલો કરવા ઉપરાંત તેણે બિગ બોસમાં પણ ભાગ લીધો હતો. તે પછી તે જયપુર જતી રહી અને જયપુરમાં રહ્યા બાદ છેલ્લા 1 વર્ષથી ઈન્દોરના તેજાજી નગર પોલીસ સ્ટેશન વિસ્તારની સાંઈ બાગ કોલોનીમાં રહેતી હતી.

 

મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઈન્દોરની હોસ્પિટલમાં મોકલ્યો

મૃતક વૈશાલી ઠક્કરની સાથે તેનો નાનો ભાઈ અને પિતા રહેતા હતા , આજ સવારે અભિનેત્રી વૈશાલી ઠક્કર રુમની બહાર ન આવતા તેના પિતાએ તેના રુમનો દરવાજો ખોલતા જ તેના ઘરની અંદર ફાંસી લગાવીને આત્મહત્યા કરેલી હાલતમાં તેનો મૃતદેહ જોવા મળ્યો હતો. ત્યારબાદ તેના પિતાએ સમગ્ર મામલેની સુચાના તેજાજી નગર પોલીસને આપી હતી પોલીસે વૈશાલીના ઘરે પહોંચી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ઈન્દોરની હોસ્પિટલમાં મોકલ્યો હતો

પરિવારના સભ્યોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા

સાથે જ મૃતક પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં પ્રેમ પ્રકરણની સાથે અનેક પ્રકારની પરેશાનીઓનો ઉલ્લેખ છે. હાલ પોલીસે સ્યુસાઇડ નોટ કબજે કરીને સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. તેજાજી નગર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ આર.ડી. કાનવા ​​કહે છે કે પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને મૃતકની સ્યુસાઇડ નોટ જપ્ત કરવાની સાથે મોબાઈલ પણ જપ્ત કરી લીધો છે. સાથે જ પરિવારના સભ્યોના નિવેદન પણ લેવામાં આવી રહ્યા છે.

અભિનેત્રીના મૃત્યુથી ચાહકો આઘાતમાં

વૈશાલી ઠક્કરના મૃત્યુના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. વૈશાલીની આત્મહત્યાના સમાચાર સામે આવ્યા બાદ અભિનેત્રીના તમામ ચાહકો અને મિત્રો આઘાતમાં છે.
વૈશાલી ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હતી. વૈશાલીએ ઘણા લોકપ્રિય શોમાં કામ કર્યું હતું. વૈશાલીએ વર્ષ 2015માં ટીવીના સૌથી લોકપ્રિય શો ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં તેણે સંજનાની ભૂમિકા ભજવી હતી. આ પછી વૈશાલી ‘યે હૈ આશિકી’ શોમાં પણ જોવા મળી હતી.

 

 

Published On - 2:04 pm, Sun, 16 October 22