Trending Video : તાઇવાનનો અભિનેતા ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો, આ રીતે શરુ થઈ Love Story જુઓ Video

તાઇવાનના અભિનેતા ચેંગ ચાંગ ફેન અને એક ભારતીય મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ત્યારબાદ આ બને વચ્ચે રોમાન્સની ચર્ચાઓ શરુ થઈ છે. સોશિયલ મીડિયા પર બંને ખુબ વાયરલ થઈ રહ્યા છે.

Trending Video : તાઇવાનનો અભિનેતા ભારતીય મહિલાના પ્રેમમાં પડ્યો, આ રીતે શરુ થઈ Love Story જુઓ Video
| Updated on: Aug 24, 2026 | 8:31 AM

સોશિયલ મીડિયા પર એખ તાઈવાનના વ્યક્તિ એક ભારતીય મહિલાને ગળે લગાવવાનો અને તેની સાથે ડાન્સ કરવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, આ વ્યક્તિ બીજું કોઈ નહી પરંતુ તાઈવાનનો અભિનેતા અને મોડલ ચાંગ ફેન છે.

2025માં ચેંગ ચાંગ ફેને પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તે એક સ્ટાફ મેમ્બરને પ્રેમથી જોઈ રહ્યો હતો. જેમાં પારંપારિક આરતી અને ચાંદલા સાથે તેનું સ્વાગત કર્યું હતુ. તેની આ વિનમ્રતા કેમેરામાં કેદ થઈ હતી. ત્યારબાદ વાયરલ થઈ હતી. કેટલાક લોકો તેની કેમિસ્ટ્રી પર ધ્યાન રાખી રહ્યા છે. કહ્યું કે, આ મુલાકાત આગળ જઈ રોમાન્સમાં બદલી શકે છે.

 

 

 

હવે લવ સ્ટોરી શેર કરી

વીડિયો શેર કર્યાના એક વર્ષ પછી ચેંગ ચાંગે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો. જે હવે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર જોવા મળી રહ્યો નથી. ક્લિપમાં તે ભારતીય મહિલા સાથે બીજી વખત મળતા જોવા મળ્યો હતો. કેટલાક લોકોને અંદાજો છે કે, આ તે હોટલ સ્ટાફ મેમ્બર છે. તેમણે પોસ્ટના કેપ્ટશનમાં લખ્યું બસ એસે હી. હું તેને દુનિયાના બીજા ખુણામાંથી મારી પાસે લઈ આવ્યો. જેનાથી સોશિયલ મીડિયા પર ચર્ચા વધુ થઈ છે. કે બંને ડેટિંગ કરી રહ્યા છે.

ચેંગ ચાંગ અને હોટલની સ્ટાફ મેમ્બર બંને માંથી કોઈએ આ વિશે ખુલ્લીને વાત કરી નથી. ચેંગ ચાંગે ઈન્સ્ટાગ્રામ પર એક ભારતીય મહિલા સાથે ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં એવું લાગી રહ્યું છે કે, આ મહિલા તે હોટલમાં સ્ટાફ મેમ્બર હતી. તેમણે લખ્યું, કદાચ ભારતીય મહિલાઓ વિશે સૌથી સુંદર બાબત ફક્ત તમે જે જુઓ છો તે જ નથી, પરંતુ તમે જે અનુભવો છો તે છે. તેઓ ખુલ્લેઆમ પ્રેમ કરે છે, પૂરા દિલથી હસે છે, અને કોઈક રીતે એવી દુનિયામાં પણ કોમળતા જાળવી રાખે છે જ્યાં તેમને સતત મજબૂત રહેવાની જરૂર હોય છે.

 

 

 

ચેંગ ચાંગ ફેન કોણ છે?

ચેંગ ચાંગ ફેન તાઈવાનનો એક અભિનેતા અને મોડલ છે. રિપોર્ટ મુજબ તે તાઈપનો રહેવાસી છે અને તેમણે લંડન,ઈંગ્લેન્ડમાં યુનિવર્સિટી ઓફ ધ આર્ટસમાં અભ્યાસ કર્યો છે. તે તાઈપમાં ચેંગ એન્ડ મૈક એક્સોટિક ફ્લોરિસ્ટના ક્રિએટર અને માલિક પણ છે.

ચેંગ ચાંગે Dior, Hugo Boss અને Burberry જેવી મોટી બ્રાન્ડ માટે ફેશન મોડલ તરીકે કામ કર્યું છે. તેમણે 2020ના એક ડ્રામા (Craving You) માં ક્યાનનું પાત્ર નિભાવી ફેમસ થયો હતો. તેમણે 2022માં પોતાનો સોલો સિંગલ એન્ટ નથિંગ પણ રિલીઝ કર્યું હતુ.

 

Trending Video : પાકિસ્તાનમાં ખાંડ, લોટ અને તેલ કેટલામાં વેચાય છે? જુઓ વીડિયો અહી ક્લિક કરો

 

Published On - 8:31 am, Mon, 24 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.