હાલમાં જ રિલીઝ થયેલી હોલિવૂડ ફિલ્મ ‘ટોપ ગન મેવરિક’ની (Top Gun Maverick) સફળતાએ સુપરસ્ટાર ટોમ ક્રૂઝને (Tom Cruise) દુનિયાનો સૌથી મોંઘો એક્ટર બનાવી દીધો છે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મના 60 વર્ષના ટોમ ક્રૂઝે એટલી મોટી રકમ વસૂલ કરી છે કે તેમાં ‘KGF ચેપ્ટર 2’ જેવી 8 ફિલ્મો બની જાય. રિપોર્ટ મુજબ ટોમ ક્રૂઝે ‘ટોપ ગન મેવરિક’ થી લગભગ 100 કરોડ ડોલર (લગભગ 798.6 કરોડ રૂપિયા)ની કમાણી કરી છે. જ્યારે ફિલ્મનું અંદાજિત બજેટ 170 કરોડ ડોલર અથવા ભારતીય રૂપિયામાં 1357.85 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.
જોસેફ કોસિંકીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 27 મે 2022 ના રોજ વર્લ્ડવાઈડ રિલીઝ થઈ હતી. આ અમેરિકન એક્શન ડ્રામામાં ટોમ ક્રૂઝ સિવાય વાલ કિલ્મેર, માઈલ્સ ટેલર, જેનિફર કોનલી, જોન હેમ અને મોનિકા બાર્બો જેવા ઘણા કલાકારો છે. ફિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 126 કરોડ ડોલર (લગભગ રૂ. 1012 કરોડ)ની કમાણી કરી હતી. જ્યારે દુનિયાભરમાં ફિલ્મનું લાઈફટાઈમ ગ્રોસ કલેક્શન 124 કરોડ ડોલર એટલે કે લગભગ રૂ. 9927 કરોડ રહ્યું છે.
રિપોર્ટ્સ મુજબ વિલ સ્મિથ દુનિયાના બીજા સૌથી મોંઘા એક્ટર છે. એવું કહેવાય છે કે તેણે તેની અપકમિંગ ફિલ્મ ‘Emancipation’ માટે લગભગ 279.88 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે. દુનિયાના સૌથી મોંઘા એક્ટર્સની લિસ્ટમાં ત્રીજા નંબરે લિયોનાર્ડો ડીકેપ્રિયોનું નામ હોવાનું કહેવાય છે. તેણે તેની અપકમિંગ ફિલ્મ ‘કિલર ઓફ ધ ફ્લાવર મૂન’ માટે લગભગ 239.83 કરોડ રૂપિયા ચાર્જ કર્યા છે.
‘ફોર્મ્યુલા 1’ માટે લગભગ 239.83 કરોડ રૂપિયા ચાર્જ કરનાર બ્રાડ પિટ વિશ્વના ચોથા સૌથી મોંઘા એક્ટર હોવાનું કહેવાય છે. આ પછી હોલીવુડ ડ્વેન જોન્સન, ક્રિસ હેમ્સવર્થ, ડેન્ઝલ વોશિંગ્ટન, ‘વિન ડીઝલ, જેકલીન ફિનિક્સ, ટોમ હાર્ડી, વિલ ફેરેલ અને રેયાન રેનોલ્ડ્સ જેવા સ્ટાર્સ આવે છે, જે લગભગ 159.89 કરોડ રુપિયા એક ફિલ્મ માટે ચાર્જ કરે છે.
‘KGF ચેપ્ટર 2’ વિશે વાત કરીએ તો, રિપોર્ટ મુજબ પ્રશાંત નીલના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મનું નિર્માણ લગભગ 100 કરોડ રૂપિયામાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ માટે રોકસ્ટાર યશે લગભગ 30 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. આ ફિલ્મે વિશ્વભરમાં 1200 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી.
બોલિવૂડના ત્રણેય ખાન, અક્ષય કુમાર પણ 150 કરોડ રૂપિયા સુધીની ફી લે છે. રણવીર સિંહ એક ફિલ્મ માટે 45 કરોડ રૂપિયાથી વધુ ચાર્જ કરે છે. વરુણ ધવન 35 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરે છે જ્યારે કાર્તિક આર્યન, જે હવે બોલીવુડમાં સફળતાની સીડી પર ચઢી રહ્યો છે, તે એક ફિલ્મ માટે લગભગ 21 કરોડ રૂપિયા ચાર્જ કરે છે.
Published On - 3:53 pm, Sat, 23 July 22