સબ ટીવીનો સૌથી લોકપ્રિય શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) દરેકને પસંદ છે. શોમાં બતાવવામાં આવી રહ્યું છે કે ગોકુલધામના લોકો ટપ્પુ સેના પર લેપટોપ ગીરવે મુકવાને કારણે ગુસ્સે છે. ટપ્પુ સેનાના આ વર્તનથી ગોકુલધામના લોકો ખૂબ દુ:ખી છે. ગોકુલધામના રહેવાસીઓના મનમાં એક જ વિચાર છે, બાળકોને તેમની ભૂલનો અહેસાસ કરાવવો જરૂરી છે.
પરંતુ સત્ય એ છે કે ટપ્પુ સેનાને ભીડેનો લખેલ વિચાર યાદ આવે છે જેમાં લખ્યું છે કે પરિસ્થિતિમાં કોઈ પણ હોય હંમેશા સાચું બોલવું જોઈએ. ભીડેના આ સુવિચારથી પ્રેરિત, ટપુ સેનાને ખ્યાલ આવે છે કે તે દરેક પાસેથી સત્ય છુપાવીને ખોટું કરી રહી છે. ટપ્પુ સેના પોતાની ભૂલ કબૂલ કરે છે અને તેની સજા લેવા ભીડેની સામે પહોંચે છે. હાજર રહેલા તમામ ગોકુલધામ વાસીઓ શરૂઆતમાં તમામ બાળકો પર ગુસ્સો કરે છે, પરંતુ અંતે તેમનું સત્ય જાણીને ટપ્પુ સેનાની આ વિચારસરણી પર દરેક ખુશ છે.
ટપ્પુ સેનાને ભીડેના વિચારોમાંથી પ્રેરણા મળે છે, પણ ભીડેના ખોવાયેલા પૈસાનું શું? શું ભીડને તેના પૈસા પાછા મળશે? તેનાં પર ટપ્પુ સેનાએ કોઈ ને કોઈ યુક્તિ વિચારી તો જરુર હશે. હવે ટપ્પુ સેના ભીડેના ચોરેલા નાણાંની શોધ કેવી રીતે કરશે? આવી સ્થિતિમાં, ટપુ સેના કેવી રીતે ભીડેના પૈસા પાછા લાવે છે અને તે કઈ યુક્તિઓ વાપરે છે તે જોવું રસપ્રદ રહેશે.
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા લોકોને ખૂબ ગમે છે. આ શો છેલ્લા 13 વર્ષથી આવી રહ્યો છે. તેનો પહેલો એપિસોડ 13 વર્ષ પહેલા 28 જુલાઈ 2008 ના રોજ પ્રસારિત થયો હતો. શોના દરેક પાત્રની અલગ ઓળખ છે. આ સિરિયલની ખાસિયત એ છે કે તમને હંમેશા કંઈક નવું જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ શો હિન્દી સાથે ઘણી ભાષાઓમાં ડબ કરવામાં આવ્યો છે. તાજેતરમાં, તારક મેહતા કા ઉલ્ટા ચશ્માની એનિમેટેડ શ્રેણી પણ શરૂ કરવામાં આવી છે. 13 વર્ષની આ અદ્ભુત સફરમાં આ સિરિયલે તેના નામે ઘણા મોટા પુરસ્કારો જીત્યા છે.
આ પણ વાંચો :- Balika Vadhu: ‘બાલિકા વધુ’ ફેમ અવિકા ગોર નાની ઉંમરે બની નિર્માતા, કહ્યું હવે હું વધુ વિનમ્ર બની ગઈ છું
આ પણ વાંચો :- Anushka Sharmaએ પુત્રી વામિકા સાથે શેર કર્યો ખાસ ફોટો, લખી હૃદય સ્પર્શી પોસ્ટ