
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની ટીમ હાલ જયપુપમાં મજેદાર એપિસોડ માટે પહોંચી છે. તાજેતરમાં જ સિરિયલની પુરી કાસ્ટ પહેલીવાર જયપુરમાં કેટલાક એપિસોડની શુટીંગ કરી રહી છે. શહેરની સંસ્કૃતિ અને સેલિબ્રેશનનો માહોલ દરેકને પસંદ આવી રહ્યો છે. આ એપિસોડ પોપટલાલ સાથે જોડાયેલ છે. પોપટલાલના લગ્ન અંગેનું સસ્પેન્સ હવે સમાપ્ત થવાનું છે! જયપુરની બબલી અને પતંગની દાવ TMKOCમાં હલચલ મચાવે છે. જયપુરમાં આ એપિસોડમાં પોપટલાલ, રૂપા રતનનો સમગ્ર પરિવાર અને ટપ્પુ સેના શહેરમાં જતા જોવા મળશે. રૂપાને એક સંબંધીનો ફોન આવશે. આ સંબંધી પોપટલાલ સામે એક પ્રસ્તાવ રાખશે. પરંતુ શર્તની સાથે.એ શર્ત એ છે કે તેની થનારી દુલ્હન એક અનોખી શર્ત રાખશે. તે કહેશે કે જે વ્યક્તિ તેની પતંગ કાપશે તેની સાથે તે લગ્ન કરશે. જેમ-જેમ મજા આગળ વઘશે તેમતેમ પોપટલાલની આશા અને પડકારો વચ્ચે ફસાયેલા જોવા મળશે.
દરેક સીન એક નવી સરપ્રાઈઝ લઈને આવે છે. જેમા દર્શકો એ વિચારવા પર મજબુર થઈ જાય છે કે પોપટલાલ આખરે મંડપ સુધી પહોંચી શકશે કે નિયતિએ તેમના માટે કંઈક બીજુ જ નક્કી કરી રાખ્યુ છે. શુટીંગની અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. કારણ કે ટીમે અસલી લોકેશન પર શુટીંગ કરી છે. ટપ્પુ સેનાથી લઈને પોપટલાલ સુધી જયપુરન લોકો તેમના મનપસંદ કલાકારોનું શુટીંગ જોઈને ઘણા ખુશ હતા.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીમને જયપુર લાવવા સંબંધે ખુશી વ્યક્ત કરતા આસિત મોદીએ કહ્યુ, જયપુર જીવંતતા, રંગો અને સંસ્કૃતિથી ભરપૂર છે. આ જ બાબતો તેની કહાની અને શો બંનેને હિટ બનાવે છે. વર્ષોથી દેશભરના તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દર્શકો એ જાણવા માટે ઉત્સુક છે કે પોપટલાલના લગ્ન આખરે ક્યારે થશે? મકર સંક્રાતિ દરમિયાન આ સફરને જયપુર લાવવી દર્શકો માટે નવી ભાવના દર્શાવે છે. જેવો ગોકુલધામ પરિવાર શહેરમાં પ્રવેશ કરે છે દરેક તરફ ફેન્સમાં ખુશી ફેલાઈ ગઈ છે.