TMKOC: ભિડે અને જેઠાલાલ વચ્ચે ફરી થવાની છે જબરદસ્ત લડાઈ, જાણો હવે શું છે કારણ

Taarak Mehta Ka Ooltah Chashmahમાં ફરી થવાની છે જેઠાલાલ અને ભીડે વચ્ચે મોટી લડાઇ, જાણો હવે શું ભુલ થઈ છે જેઠાલાલ ચંપકલાલ ગડાથી જેના કારણે તેની પાછળ પડ્યા છે ભીડે.

TMKOC: ભિડે અને જેઠાલાલ વચ્ચે ફરી થવાની છે જબરદસ્ત લડાઈ, જાણો હવે શું છે કારણ
Jethalal, Bhide
| Edited By: | Updated on: Jul 30, 2021 | 8:43 PM

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ની આખી કાસ્ટ હાલમાં રિસોર્ટની મઝા લઇને બધા ગોકુલધામવાસી તેમના ઘરે પરત ફરવાની તૈયારીમાં છે. પરંતુ જ્યાં એક તરફ ઘરે જવાની ખુશી છે, બીજી બાજુ ગોકુલધામના રહેવાસીઓ પણ નિરાશ છે કે ઘરે ગયા પછી, તેઓ બધા આ રિસોર્ટમાં વિતાવેલી તેમની ખુશીની ક્ષણો ગુમાવશે.

એક તરફ સ્ટિંગ ઓપરેશનની સફળતાની ખુશી, પોપટલાલ અને તેમની સાથે સંકળાયેલા અન્ય ગોકુલધામના રહેવાસીઓ માટેના ઇનામ વિતરણ સમારોહ, નૃત્ય-ગાયન, પાર્ટી, બોટ રેસ, ગોકુલધામના લોકો તમામ અદ્ભુત ક્ષણોને યાદ કરીને ખુશ છે અને બીજી તરફ તેઓ રિસોર્ટ છોડવાનાં ગમમાં દુ:ખી છે.

આવી સ્થિતિમાં, બીજા દિવસની તૈયારી કરતી વખતે, તમામ ગોકુલધામ વાસીઓ સવારે 10:30 વાગ્યે ભેગા થશે અને તેઓ ગોકુલધામ જવા રવાના થશે તે નક્કી કરવામાં આવ્યું છે. ગોકુલધામના રહેવાસીઓ ઘરે જવા માટે સમયસર તૈયાર રહે અને કોઈ પણ પ્રકારનો વિલંબ ન થાય તેના માટે ભિડે ફરીથી તમામને આખી યોજનાની યાદ અપાવે છે કારણ કે સવારે નિકળવા માટે વહેલા ઉઠવું પણ ખૂબ જ જરૂરી છે.

 

પરંતુ આ વાત આપણે બધા જાણીએ છીએ કે જેઠાલાલને સવારે ઉઠવામાં એક મોટી સમસ્યા છે, જેના કારણે તે સવારે મોડા ઉઠે છે અને વહેલા પેક કરવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરે છે, પરંતુ તેમ છતાં તે મોડા પડે છે, જેઠાલાલ શરૂઆતથી જ ગોકુલધામના લોકોની સામે લેટ થતા રહ્યા છે જેમ કે તેમને હંમેશા બિલ્ડિંગની સભામાં પહોંચવામાં મોડું થાય છે. પરંતુ આ વખતે ફરી એ જ વસ્તુ શોમાં થવા જઈ રહી છે જે આપણે પહેલા ઘણી વખત જોયું છે. જી હા, આ વખતે પણ જેઠલાલના વિલંબને કારણે ભિડેને મુશ્કેલીનો સામનો કરવો પડશે અને બંને વચ્ચે અણબનાવ ફરી શરૂ થશે.

બંને વચ્ચે આજે મોટી તકરાર જોવા મળશે, જેના કારણે દર્શકો આ શો જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે, દર વખતની જેમ આ વખતે પણ તારક કે ચંપક ચાચામાંથી કોઈ એક આ લડતને શાંત કરતા જોવા મળશે. જોવાનું રહેશે કે દર્શકો આ લડાઈનો કેટલો આનંદ માણે છે.

આ પણ વાંચો :- TV9 Exclusive: કારગિલના વિક્રમ બત્રા પોઈન્ટથી સિદ્ધાર્થ મલ્હોત્રા-કિયારા અડવાણીનો વિશિષ્ટ ઈન્ટરવ્યૂ, જાણો કેવો રહ્યો ફિલ્મમાં કામ કરવાનો અનુભવ

આ પણ વાંચો :- Bell Bottom Release Date: મોટા પડદા પર ધમાકા કરવા માટે તૈયાર છે અક્ષય કુમાર, આ દિવસે રિલીઝ થશે ‘બેલ બોટમ’