TMKOC: ઘનશ્યામ નાયક બાદ હવે કોણ ભજવશે નટુ કાકાનું પાત્ર ? અસિત મોદીએ આપ્યો જવાબ

|

Nov 17, 2021 | 1:38 PM

તાજેતરમાં, નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak)નું અવસાન થયું. તેના થોડા દિવસો પછી એક તસવીર સાથેના સમાચાર વાઈરલ થયા કે શોમાં નટ્ટુ કાકાની જગ્યાએ એક નવો એક્ટર એન્ટ્રી લેવા જઈ રહ્યો છે.

TMKOC: ઘનશ્યામ નાયક બાદ હવે કોણ ભજવશે નટુ કાકાનું પાત્ર ? અસિત મોદીએ આપ્યો જવાબ
After Ghanshyam Nayak, who will play the role of Natu Kaka? Asit Modi replied

Follow us on

ટીવી જગતના સૌથી લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના (Taarak Mehta ka Ooltah Chashmah) દરેક પાત્ર દર્શકોના દિલની નજીક છે. તાજેતરમાં, શોના નટ્ટુ કાકા એટલે કે ઘનશ્યામ નાયક (Ghanshyam Nayak) નું અવસાન થયું. આ સમાચાર પછી દર્શકો ચોંકી ગયા હતા. પરંતુ થોડા દિવસો પછી એક તસવીર સાથેના સમાચાર વાઈરલ થયા કે શોમાં નટ્ટુ કાકાની જગ્યાએ એક નવો એક્ટર એન્ટ્રી લેવા જઈ રહ્યો છે. તે જ સમયે, આ સમાચાર પર શોના નિર્માતા અસિત મોદીએ પોતે મોટો ખુલાસો કર્યો છે.

આ તસવીર વાયરલ થયા બાદ શોના નિર્માતા અસિત મોદીએ એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કર્યું છે કે વાયરલ થઈ રહેલી તસવીર યોગ્ય નથી. આ વાતચીતમાં કહેવામાં આવ્યું છે કે નટ્ટુ કાકાના પાત્રનું કોઈ રિપ્લેસમેન્ટ કરવામાં આવશે નહીં.

આ મામલે અસિતે ખૂબ જ ભાવુક જવાબ આપ્યો છે. તેણે કહ્યું, ‘વરિષ્ઠ અભિનેતાના નિધનને હજી એક મહિનો જ થયો છે. ઘનશ્યામ નાયક ઉર્ફે નટ્ટુ કાકા મારા સારા મિત્ર હતા અને મેં તેમની સાથે ઘણા વર્ષો કામ કર્યું છે. અમે શોમાં તેમના યોગદાનનું સન્માન કરીએ છીએ. અત્યાર સુધી, અમે તેમના પાત્રને બદલવા અંગે કંઈપણ આયોજન કર્યું નથી. આ પછી, તે કહે છે, ‘ઘણી અફવાઓ ઉડી રહી છે, પરંતુ હું દર્શકોને વિનંતી કરું છું કે તેઓ તેના પર ધ્યાન ન આપે.’

આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા

તમને યાદ અપાવીએ કે થોડા દિવસો પહેલા દુકાનના ગલ્લા પર બેઠેલા એક વ્યક્તિની તસવીર વાયરલ થઈ હતી અને એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ વ્યક્તિ હવે શોમાં નટ્ટુ કાકાનું પાત્ર ભજવશે. પરંતુ તે વાયરલ તસવીર બીજા કોઈની નહીં પણ દુકાનના મૂળ માલિકના પિતાની છે.

આ દુકાનના મૂળ માલિક શેખર ગઠિયાએ આ તસવીર વાયરલ થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘કેટલાક લોકો સોશિયલ મીડિયા પર ખોટા સમાચાર ચલાવે છે. નટુ કાકાની બદલીના સમાચાર પણ તેમાંથી એક છે. જે ફોટો વાયરલ થયો છે તે મારા પિતાનો છે. તે આ દુકાનના અસલી માલિક છે.

આ પણ વાંચો –

વિદ્યાર્થીઓ માટે ખુશખબર : IIT એ નવી શિક્ષણ નીતિ હેઠળ આઠ વર્ષનો નવો અભ્યાસક્રમ કર્યો તૈયાર, જાણો અભ્યાસક્રમની તમામ વિગત

આ પણ વાંચો – BSFનાં અધિકાર ક્ષેત્ર વધારવાને લઈ બબાલ, સર્ચ દરમિયાન મહિલાઓને અયોગ્ય રીતે સ્પર્શ કરવાના આરોપને BSFએ ‘દુર્ભાગ્યપૂર્ણ’ ગણાવ્યું

આ પણ વાંચો – Delhi Air Pollution: પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટનુ આકરું વલણ, કહ્યુ ફાઈવસ્ટાર હોટેલમાં કે એસીમાં બેસીને ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવો આસાન

Next Article