આ વર્ષ Sanjay Dutt માટે ધમાકેદાર બનવા જઈ રહ્યું છે, બેક ટૂ બેક થશે મૂવીઝ રિલીઝ

|

Jan 31, 2021 | 1:03 PM

2021 બોલીવુડના મેગા સ્ટાર સંજય દત્ત માટે ખાસ વર્ષ છે. આ વર્ષે અભિનેતા રૂપેરી પડદે અનેક બિગ બજેટ ફિલ્મો સાથે જોવા મળશે. અભિનેતાની સૌથી વિશેષ ફિલ્મોમાંની એક 'KGF Chapter 2' છે, જે અભિનેતાની પહેલી પૈન-ઇન્ડિયા ફિલ્મ હશે.

આ વર્ષ Sanjay Dutt માટે ધમાકેદાર બનવા જઈ રહ્યું છે, બેક ટૂ બેક થશે મૂવીઝ રિલીઝ
Sanjay Dutt

Follow us on

2021 બોલીવુડના મેગા સ્ટાર સંજય દત્ત માટે ખાસ વર્ષ છે. આ વર્ષે અભિનેતા રૂપેરી પડદે અનેક બિગ બજેટ ફિલ્મો સાથે જોવા મળશે. અભિનેતાની સૌથી વિશેષ ફિલ્મોમાંની એક ‘KGF Chapter 2’ છે, જે અભિનેતાની પહેલી પૈન-ઇન્ડિયા ફિલ્મ હશે. તેમની નજીકના એક સૂત્રએ જણાવ્યું હતું કે સંજય દત્ત ‘KGF Chapter 2’ માટે ખૂબ જ ઉત્સાહિત છે, કેમ કે આ તેમની પહેલી પેન ઇન્ડિયા ફિલ્મ હશે.

સંજય દત્ત ખૂબ ઉત્સાહિત છે
ફિલ્મના શૂટિંગ, પાત્રને લઈને તૈયારી અને સ્ક્રિપ્ટ રીડિંગમાં સમાધાન ન થાય તે માટે સંજય દત્તે શૂટિંગના સમય પત્રકનું સંચાલન કર્યું હતું. ફિલ્મની સ્ક્રીપ્ટ સાંભળ્યા પછી, તે એક ક્ષણમાં સંમત થઈ ગયો. આ ફિલ્મ 16 જુલાઈ, 2021 ના ​​રોજ રિલીઝ થવાની છે, જેની જાહેરાત તાજેતરમાં કરવામાં આવી હતી. ફિલ્મના વિલન ‘અધિરા’ ની ભૂમિકામાં સંજય દત્તને જોવા માટે દર્શકો ઉત્સુક છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

આ ફિલ્મોમાં સંજય દત્ત દેખાશે
વર્ષ 2021 માં, અભિનેતા સંજય દત્ત તેના પાત્ર સાથે અનેક વૈવિધ્યતાને રજૂ કરશે અને જુદી જુદી શૈલીની ઘણી ફિલ્મોનો ભાગ બનશે. તેમની આગામી ફિલ્મો ‘તુલસીદાસ જુનિયર’, ‘શમશેરા’ અને ‘ભુજ: ધ પ્રાઈડ ઓફ ઇન્ડિયા’ છે.

આ કલાકારો ફિલ્મમાં જોવા મળશે
આ ફિલ્મમાં સંજય દત્ત, યશ, રવિના ટંડન, શ્રીનિધિ શેટ્ટી, પ્રકાશ રાજ અને ઘણા વધુ કલાકારો જોવા મળશે. કન્નડ સુપરસ્ટાર યશ વિશે વાત કરવામાં આવે તો તે સ્ટાઇલમાં ઉભા રહીને અને વાહનોને ઉડાળતા જોવા મળશે. KGF Chapter 2 Treaser રોકીની માતા અને તેનું બાળપણ બતાવવામાં આવ્યું છે રોકીની માતા તેને કેવી રીતે ઉછરે છે, પછી મોટા થવાનો તબક્કો અને પછી તેની માતાને આપેલ વચન બતાવવામાં આવે છે.

Published On - 1:02 pm, Sun, 31 January 21

Next Article