Plan Revealed : 200 કરોડની છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખર (Sukesh Chandrasekhar) આ દિવસોમાં તિહાર જેલમાં બંધ છે. આ મામલામાં ED દરરોજ નવી તપાસમાં લાગેલી છે. પૂછપરછમાં સુકેશે હવે બોલિવૂડની ત્રણ અભિનેત્રીના (Bollywood Actress) નામ આપ્યા છે. જેમાં ભૂમિ પેડનેકર, સારા અલી ખાન, જ્હાન્વી કપૂર જેવી અભિનેત્રીઓ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સુકેશે આ અભિનેત્રીઓને કહ્યું કે, તે તેમને એક લક્ઝરી કાર (Luxury Car) આપવા માંગે છે. જોકે કેટલીક અભિનેત્રીઓએ તેની ગિફ્ટ ઑફર સ્વીકારી હતી, તો કેટલીકે ના પાડી હતી.
ઈન્ડિયા ટુડેના અહેવાલ મુજબ,ભૂમિને આ ઠગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તે એક મોટી કંપનીનો માલિક છે. રિપોર્ટ અનુસાર સુકેશની સહયોગી પિંકી ઈરાનીએ જાન્યુઆરી 2021માં નવી કંપનીના વાઈસ પ્રેસિડેન્ટ HR બનીને ભૂમિ પેડનેકરને ફસાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો.
સુકેશ કેસમાં અત્યાર સુધી ઘણી અભિનેત્રીઓના નામ સામે આવ્યા છે અને સામે આવી રહ્યુ છે કે તે બધાને એક જ રીતથી ફસાવતો હતો.અહેવાલ મુજબ, સુકેશની સહયોગી પિંકી ઈરાનીએ જણાવ્યું હતું કે, સુકેશે પિંકીના માધ્યમથી ભૂમિને કહ્યું હતું કે તે તેની મોટી ફેન છે અને એક પ્રોજેક્ટ વિશે વાત કરવા માંગે છે અને તેને એક મોંઘી કાર પણ ગિફ્ટ કરવા માંગે છે.
જે પછી તેણે પોતે ભૂમિ સાથે વાત કરી અને કહ્યું કે તે તેને કેટલાક પ્રોજેક્ટનો ભાગ બનાવવા માંગે છે.ત્યારબાદ તેણે બીજા દિવસે નવા નામ ‘સૂરજ’ સાથે ફોન કર્યો અને કહ્યું કે તે સંપર્ક કરશે. જેના પછી ભૂમિનું મન ડગમગ્યું અને તેણે શંકાને કારણે કોઈપણ ઓફર સ્વીકારવાની ના પાડી.
મની લોન્ડરિંગ કેસમાં આરોપી સુકેશ ચંદ્રશેખર ખૂબ જ શાતિર સાબિત થઈ રહ્યો છે. જ્યારે તેણે નોરા ફતેહી સાથે પહેલીવાર ફોન પર વાત કરી, ત્યારે તેણે પોતાને તેના મોટા પ્રશંસક હોવાનો દાવો કરીને ભેટ તરીકે BMW કાર ઓફર કરી. પરંતુ નોરાએ કાર લેવાની ના પાડી હતી, કારણ કે તેમની પાસે એ કાર પહેલેથી જ હતી. આમ છતાં સુકેશે નોરા ફતેહીને 5 સીરીઝની BMW કાર મોકલી. આ વાતનો ખુલાસો ખુદ નોરા ફતેહીએ ED સમક્ષ કર્યો હતો.
આ પણ વાંચો : Google my name : કોમેડિયન રોઝી ઓ’ડોનેલ પર ભડકી પ્રિયંકા ચોપરા, સોશિયલ મીડિયા પર આપી આ સલાહ