The Undertaker એ આપી Akshay Kumar ને રિયલ રિમેચની ચેલેન્જ, અભિનેતાએ કહ્યું ‘મને મારો વીમો તપાસવા દો’

|

Jun 19, 2021 | 5:51 PM

ખીલાડિયો કા ખિલાડીને, તાજેતરમાં 25 વર્ષ પૂર્ણ થયા છે. ફિલ્મના 25 વર્ષ પૂરા થવાની ખુશીમાં તેમણે પોતાના સોશ્યલ મીડિયા હેન્ડલ પર એક કોલાજ શેર કર્યો હતો

The Undertaker એ આપી Akshay Kumar ને રિયલ રિમેચની ચેલેન્જ, અભિનેતાએ કહ્યું મને મારો વીમો તપાસવા દો
Akshay Kumar, The Undertaker

Follow us on

બોલિવૂડ (Bollywood) સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar)તેમની સોશિયલ મીડિયા પોસ્ટ્સ (Social Media Post)અને રમુજી એક્ટિવિટીને કારણે ઇન્ટરનેટ પર હેડલાઇન્સમાં રહે છે. તે હંમેશાં પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર ફની અંદાજમાં પોસ્ટ્સ શેર કરતા રહે છે.

તાજેતરમાં જ તેમણે પોતાની ફિલ્મ ખીલાડિયો કા ખિલાડીના 25 વર્ષ પૂરા થવા પર એક રમુજી ફોટો શેર કર્યો હતો, જેના પર હવે ડબ્લ્યુડબ્લ્યુઈ(WWE) તેની મજાની પ્રતિક્રિયા આપી છે. હવે ડબ્લ્યુડબ્લ્યુઈ (WWE) એ એક્ટરની પોસ્ટ શેર કરી છે અને કહ્યું છે કે રેસલર ધ અંડરટેકર (The Undertaker) એક રિયલ મેચની હા પાડી છે. પોસ્ટમાં લખ્યું, ‘ મને જણાવો કે તમે વાસ્તવિક રિમેચ માટે ક્યારે તૈયાર છો!’

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

તે જ સમયે, આ મજાની પોસ્ટને ટ્વિટર પર ડબ્લ્યુડબ્લ્યુઈ ઇન્ડિયાએ કેપ્શનમાં લખ્યું, ‘ધ રીયલ અંડરટેકર વર્સીસ અક્ષય કુમાર કૃપ્યા હા કરો.’ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ આવી રહી છે. ઉપરાંત, ચાહકો પોસ્ટને રીટ્વીટ કરીને પોતાનો પ્રતિસાદ આપી રહ્યા છે.

આ સાથે જ અક્ષય કુમારે પણ આ પોસ્ટ પર ફની કમેન્ટ કરી છે. તેમણે અંડરટેકરને ટેગ કરતા લખ્યું, ‘મને મારો વીમો ચેક કરવા દો અને પછી મળીએ ભાઈ.’

 

વર્ષ 1996 માં આવેલી તેમની સુપરહિટ ફિલ્મ ખીલાડિયો કા ખિલાડીને, તાજેતરમાં 25 વર્ષ પૂર્ણ થયા છે. ફિલ્મના 25 વર્ષ પૂરા થવાની ખુશીમાં તેમણે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક કોલાજ શેર કર્યો હતો, જેમાં તેમણે ડબ્લ્યુડબ્લ્યુઈનાં રેસલર બ્રોક લેસનર, ટ્રિપલ એચ, રોમન રેંસની સાથે પોતાનો એક ફોટો લગાવ્યો છે. ફોટા પર તેમણે લખ્યું, ‘જો તમે અંડરટેકરને હરાવી દિધો છે તો હાથ ઉચો કરો!’

આ એક્શન થ્રિલર ફિલ્મને ઉમેશ મેહરાના નિર્દેશનમાં બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર, અભિનેત્રી રેખા અને રવિના ટંડન મુખ્ય ભૂમિકામાં હતા. ફિલ્મમાં અમેરિકાના પ્રખ્યાત રેસલર અંડરટેકરની જબરદસ્ત ફાઈટ બતાવવામાં આવી છે.

વાત જો તેમના વર્કફ્રન્ટની કરીએ તો અભિનેતા આ વર્ષે ઘણી ફિલ્મોમાં જોવા મળશે. અક્ષય કુમાર ટૂંક સમયમાં રોહિત શેટ્ટીની નિર્દેશનમાં બનેલી ફિલ્મ સૂર્યવંશી (Sooryavanshi)માં જોવા મળશે. આ સિવાય તે ‘બેલ બોટમ (Bell Bottom)’, ‘રામ સેતુ’ (Ram Setu), ‘બચ્ચન પાંડે’ (Bachchan Pandey), ‘પૃથ્વીરાજ’ (Prithviraj), ‘રક્ષા બંધન’ (Raksha Bandhan) ફિલ્મોમાં જોવા મળશે.

Next Article