
સાઉથ સિનેમાના સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા ટૂંક સમયમાં તેમના ચાહકોને એક નવી ટ્રીટ આપશે. તેમની નવી ફિલ્મનું નામ “રણબલી” છે, જેમાં તેઓ રશ્મિકા મંદાના સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. નિર્માતાઓએ સોમવારે એક ખાસ ઝલક શેર કરી, જેનાથી ચાહકોમાં ઉત્સાહ ફેલાયો. રસપ્રદ વાત એ છે કે હોલિવુડનો ખૂબ જાણીતો એક્ટર સાઉથ સિનેમામાં આ ફિલ્મથી ડેબ્યૂ કરવા જઇ રહ્યો છે.
19મી સદીમાં સેટ થયેલી આ ફિલ્મ ઐતિહાસિક ઘટનાઓથી પ્રેરિત છે. બ્રિટિશ યુગ દરમિયાન સેટ થયેલી આ ફિલ્મ સ્વતંત્રતા સંગ્રામ, બળવો અને ઓળખ માટેના સંઘર્ષ જેવા મુદ્દાઓનું અન્વેષણ કરશે.
વિજય દેવેરાકોંડાએ તેમના ઇન્સ્ટાગ્રામ પર ફિલ્મની એક ઝલક શેર કરી. તેમાં વિજય એક તીવ્ર દેખાવમાં જોવા મળે છે. વિજયે લખ્યું, “બ્રિટીશ લોકોએ તેને ક્રૂર કહ્યો હતો. હું તેનો ઇનકાર કરતો નથી, પરંતુ તે આપણા માટે ક્રૂર હતા.” અહીં એક અને એકમાત્ર યોદ્ધા છે, જે આપણા ઇતિહાસના સત્યને ઉજાગર કરે છે જેને તેઓએ દબાવવાનો પ્રયાસ કર્યો.
ટીઝરમાં વિજય દેવેરાકોન્ડા એક શક્તિશાળી અને ઇન્ટેન્સ લુકમાં જોવા મળે છે. આ ફિલ્મ એક્શન, ભાવના અને પીરિયડ ડ્રામાનું એક શાનદાર મિશ્રણ હશે. ખાસ કરીને પ્રખ્યાત હોલીવુડ ફિલ્મ ‘ધ મમી’ ના વિલન આર્નોલ્ડ વોસ્લૂ આ ફિલ્મ સાથે દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં ડેબ્યૂ કરી રહ્યા છે. તે વિજયની સામે એક ક્રૂર બ્રિટિશ અધિકારીની ભૂમિકા ભજવશે.
તે બ્રિટિશ રાજ દરમિયાન ભારતમાં થયેલા અત્યાચારો, દુષ્કાળ પેદા કરતી નીતિઓ અને વ્યાપક શોષણને પ્રકાશિત કરે છે. આ ફિલ્મ બ્રિટિશ યુગની ક્રૂરતા અને એક હીરોની વાર્તા દર્શાવશે.
Published On - 11:26 am, Tue, 27 January 26