The Kashmir Files International Box Office: વિદેશમાં ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ની સ્ક્રીન વધી, આ શહેરોમાં પહેલીવાર કોઈ ભારતીય ફિલ્મ રિલીઝ થઈ

|

Mar 20, 2022 | 12:38 PM

દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' માત્ર ભારતીય સિનેમામાં નવા નવા રેકોર્ડ સ્થાપિત કરી રહી નથી, પરંતુ વૈશ્વિક સ્તરે પણ રેકોર્ડ તોડી રહી છે. 11 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થનારી 'ધ કાશ્મીર ફાઇલ્સ' બ્લોકબસ્ટર સાબિત થઈ રહી છે.

The Kashmir Files International Box Office: વિદેશમાં ધ કાશ્મીર ફાઈલ્સની સ્ક્રીન વધી, આ શહેરોમાં પહેલીવાર કોઈ ભારતીય ફિલ્મ રિલીઝ થઈ
the kashmir files
Image Credit source: instagram photo

Follow us on

The Kashmir Files International Box Office: આ ફિલ્મે માત્ર આઠ દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને બોક્સ ઓફિસ ( Box Office) પર ધમાલ મચાવી દીધી છે. કાશ્મીરી પંડિતોના નરસંહાર પર આધારિત આ ફિલ્મ (Film) માત્ર સ્થાનિક બજારમાં જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ પોતાની ચમક ફેલાવી રહી છે.

સિંગાપોર અને ન્યુઝીલેન્ડ (Singapore and New Zealand)જેવા મુખ્ય પ્રદેશોને છોડીને ફિલ્મે પ્રથમ સપ્તાહમાં પસંદગીના દેશોમાં રૂ. 11.4 કરોડનું કલેક્શન કર્યું છે. શરૂઆતમાં આ ફિલ્મ 9 દેશોમાં માત્ર 100 સ્ક્રીનમાં રિલીઝ થઈ હતી. જો કે વધતી માંગને જોતા, ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 25 દેશોમાં 350 સ્ક્રીન્સમાં રિલીઝ કરવામાં આવી.

ઓસ્ટ્રેલિયાની બોક્સ ઓફિસની ટોપ 10 ફિલ્મોની યાદીમાં પણ પ્રવેશ કર્યો

‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ઉત્તર અમેરિકામાં 7.59 કરોડ, યુકેમાં રૂ. 1.21 કરોડ અને ઓસ્ટ્રેલિયામાં રૂ. 1.98 કરોડ. આ ફિલ્મે તેના પ્રથમ સપ્તાહમાં ઉત્તર અમેરિકા અને ઓસ્ટ્રેલિયાની બોક્સ ઓફિસની ટોપ 10 ફિલ્મોની યાદીમાં પણ પ્રવેશ કર્યો છે. એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયાના ગેરાલ્ડટન, બનબરી, પોર્ટ હેડલેન્ડ જેવા નાના શહેરોમાંથી પણ આ ફિલ્મની માંગ વધી રહી છે, જ્યાં આ પહેલા કોઈ ભારતીય ફિલ્મ રિલીઝ થઈ નથી.

Chanakya Niti: ઓછા સમયમાં જલદી ધનવાન બની જાય છે આ લોકો !
Fruits : સંતરા ખાધા પછી પાણી પીવું જોઈએ કે નહીં?
Saif Ali Khan Stabbed: ઈબ્રાહિમ નહીં, પણ 8 વર્ષના તૈમુરની સાથે હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ અલી ખાન !
આજનું રાશિફળ તારીખ : 18-01-2025
ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?

બીજા શુક્રવારે ફિલ્મે પહેલા દિવસ કરતાં 500 ટકાથી વધુ કમાણી કરી છે. તમને જણાવી દઈએ કે, ભારતીય સિનેમામાં આવું પહેલા ક્યારેય બન્યું નથી. વિવેક રંજન અગ્નિહોત્રી દ્વારા લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મે અત્યાર સુધીમાં 116.45 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એ 8મા દિવસે 19.15 કરોડ રૂપિયાની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો છે.

વિવેક અગ્નિહોત્રીને સરકારે Y શ્રેણીની સુરક્ષા આપી

ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સના (The Kashmir Files) દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રીને (Vivek Agnihotri) સરકારે Y શ્રેણીની સુરક્ષા પૂરી પાડી છે. વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત મોટો બિઝનેસ કરી રહી છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાની ફિલ્મમાં કાશ્મીરી પંડિતો (Kashmiri Pandit) પર થયેલા અત્યાચારની કહાની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સમા બતાવી છે. આ ફિલ્મ રજૂ થયા બાદ ફરી એકવાર સમગ્ર દુનિયાની સામે કાશ્મીરી પંડિતો પરના અત્યાચારનુ સત્ય સામે આવ્યું છે, કે કેવી રીતે આતંકવાદીઓએ ત્યાં પેઢીઓથી સ્થાયી થયેલા કાશ્મીરી પંડિતોને બંદૂકની અણી પર રાતોરાત નિરાશ્રિત બનાવી દીધા હતા

 

 

આ પણ વાંચો : World Sparrow Day: જેતપુરના હોટેલના માલિકનો અનોખો ચકલી પ્રેમ, 25 વર્ષથી ચકલીઓની રાખે છે સંભાળ, જાણો તેમની સંભાળ માટે શુ કરે છે

Next Article