The Kashmir Files: આ રાજ્યમાં બનશે કાશ્મીરી પંડિત ‘નરસંહાર મ્યુઝિયમ’, વિવેક અગ્નિહોત્રીએ આભાર વ્યક્ત કર્યો

કાશ્મીર ફાઇલ્સના ડિરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ નરસંહાર મ્યુઝિયમ બનાવવામાં મદદ કરવા બદલ મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણનો આભાર માન્યો છે.

The Kashmir Files: આ રાજ્યમાં બનશે કાશ્મીરી પંડિત નરસંહાર મ્યુઝિયમ, વિવેક અગ્નિહોત્રીએ આભાર વ્યક્ત કર્યો
Vivek Agnihotri thanks CM Shivraj for granting land
| Edited By: | Updated on: Jan 09, 2023 | 3:23 PM

The Kashmir Files: મધ્યપ્રદેશની (Madhya Pradesh)રાજધાની ભોપાલમાં, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે (CM Shivraj Singh Chouhan) શુક્રવારે વિસ્થાપિત કાશ્મીરી પંડિતોના દર્દ અને વેદનાને દર્શાવતી ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘ ફિલ્મ બતાવી હતી. આ સાથે તેમણે શુક્રવારે કહ્યું કે તેમની સરકાર રાજ્યમાં ‘નરસંહાર મ્યુઝિયમ’ સ્થાપવા માટે જમીન આપશે. CM એ કહ્યું કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીનાVivek Agnihotri)  સૂચન પર નરસંહાર સાથે સંબંધિત મ્યુઝિયમ અને આર્ટ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે.

જ્યાં લોકોને ખબર પડશે કે કેવી રીતે કાશ્મીરી પંડિતોએ આતંકવાદી હુમલાનો સામનો કર્યો, અને તેઓએ ઘણી મુશ્કેલીઓ છતાં ક્યારેય હથિયાર ઉઠાવ્યા નહીં.

વિવેક અગ્નિહોત્રી મધ્ય પ્રદેશમાં નરસંહાર મ્યુઝિયમ બનાવશે

વિવેક અગ્નિહોત્રીએ તેમના ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો હતો જેમાં મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાનનો રાજ્યમાં નરસંહાર મ્યુઝિયમ બનાવવા માટે જમીન આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું, “મોટી જાહેરાત: અમારું @i_ambuddha ફાઉન્ડેશન અને @kp_global એક નરસંહાર મ્યુઝિયમ બનાવવા માટે કામ કરી રહ્યા હતા. આજે જ્યારે મેં @ChouhanShivraj જીને તેના વિશે વિનંતી કરી, ત્યારે તેમણે તરત જ જમીન અને લોજિસ્ટિકલ સપોર્ટ આપ્યો.”

જુઓ વીડિયો

લોકોએ માનવતાના મૂલ્ય વિશે જાણવુ જોઈએ

વીડિયોમાં ફિલ્મ નિર્માતા CM શિવરાજ સિંહ ચૌહાણને મધ્યપ્રદેશમાં કાશ્મીર ફાઇલને ટેક્સ ફ્રી(Tax Free) બનાવવા બદલ આભાર માનતા જોઈ શકાય છે. જ્યારે વિવેકે તેમને નરસંહાર મ્યુઝિયમ બનાવવામાં મદદ કરવા વિનંતી કરી, ત્યારે CM એ જવાબ આપ્યો, “વિવેક જી તમે નરસંહાર મ્યુઝિયમ માટે એક યોજના બનાવી શકો છો,તો રાજ્ય સરકાર તમને જમીન અને વધુ સહાય કરશે. હું તમારી લાગણીઓનું ખરેખર સન્માન કરું છું. લોકોએ માનવતાના મૂલ્ય વિશે જાણવુ જોઈએ.”

આ પણ વાંચો : Shraddha Kapoor Breakup : શ્રદ્ધા કપૂર અને રોહન શ્રેષ્ઠના સંબંધોમાં તિરાડ, શું બંને 4 વર્ષના રિલેશનશિપ બાદ અલગ થયા ?

Published On - 12:50 pm, Sat, 26 March 22