The Kapil Sharma Show: તાપસી પન્નુની તસ્વીર પર યુઝરે આવકવેરાના દરોડા અંગે કરી કમેન્ટ, અભિનેત્રીએ આ રીતે આપી પ્રતિક્રિયા

|

Oct 17, 2021 | 6:22 PM

ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show)માં ધમાલ મચાવવા સેલેબ્સ દર અઠવાડિયે આવે છે. આ અઠવાડિયે શોમાં તાપસી પન્નુ (Taapsee Pannu) કપિલના શોમાં ખાસ મહેમાન તરીકે આવી હતી.

The Kapil Sharma Show: તાપસી પન્નુની તસ્વીર પર યુઝરે આવકવેરાના દરોડા અંગે કરી કમેન્ટ, અભિનેત્રીએ આ રીતે આપી પ્રતિક્રિયા
Taapsee Pannu

Follow us on

કપિલ શર્માના કોમેડી શો ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show)માં દર અઠવાડિયે સેલેબ્સ તેમની આગામી ફિલ્મ અને વેબ સિરીઝના પ્રમોશન માટે આવે છે. આ શનિવારે તાપસી પન્નુ (Taapsee Pannu) તેમની ફિલ્મ રશ્મી રોકેટ (Rashmi Rocket)ના પ્રમોશન માટે કપિલના શોમાં આવી હતી. કપિલ શર્મા (Kapil Sharma) શોનો આ એપિસોડ પણ હાસ્યથી ભરેલો હતો.

 

તાપસી પન્નુની ફિલ્મ રશ્મિ રોકેટ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ ચુકી છે. સુપ્રિયા પાઠક (Supriya Pathak) અને પ્રિયાંશુ પેનયુલી ફિલ્મના પ્રમોશન માટે તાપસી સાથે આવ્યા હતા. જ્યાં કપિલની ટીમે તેમની સાથે ઘણી મસ્તી કરી હતી. શોના એક સેગમેન્ટમાં તાપસીના ફોટો પર યુઝર્સે કમેન્ટ કરી હતી, જેના પર અભિનેત્રીએ પ્રતિક્રિયા આપી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આવકવેરા દરોડા અંગે કરી હતી કમેન્ટ

ધ કપિલ શર્મા શોમાં એક સેગમેન્ટ છે, જેમાં કપિલ શોમાં આવેલા સેલેબ્સને તેમની સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ તસ્વીર બતાવે છે અને સાથે તેમના પર યુઝર્સની રમૂજી કમેન્ટ વાંચીને સંભળાવે છે. તાપસીના ફોટો પર એક યુઝરે લખ્યું – એવું લાગે છે કે આવકવેરાના લોકોને કંઈ મળ્યું નથી. આ માટે ઉભા ઉભા હસે છે. આ ટિપ્પણીઓ વાંચ્યા પછી તાપસી પોતાને રોકી શકી નહીં અને મોટેથી હસવા લાગી. તે પછી તેમણે કહ્યું કે આ ખૂબ સારું છે.

 

તાપસીના સ્થળે પડ્યા હતા આવકવેરાના દરોડા

તમને જણાવી દઈએ કે આ વર્ષે માર્ચ મહિનામાં તાપસી પન્નુને ત્યાં ઈન્કમ ટેક્સના દરોડા પડ્યા હતા અને તેમના પર કરચોરીનો આરોપ લાગ્યો હતો. આવકવેરાએ મુંબઈ અને પૂણેના સ્થાન પર 30 સ્થળો પર દરોડા પાડ્યા હતા. તાપસીના ઘર અને ઓફિસ બંને જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા. તાપસીની સાથે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ (Anurag Kashyap)ની જગ્યા પર પણ દરોડા પાડવામાં આવ્યા હતા.

 

દરોડા દરમિયાન એવું કહેવામાં આવ્યું હતું કે તાપસી પન્નુના ઘરમાંથી 5 કરોડ રૂપિયા મળ્યા છે. જેના પર તેમણે કમેન્ટ કરી હતી કે તે વિચારી રહી છે કે તેમને 5 કરોડ રૂપિયા કોણે આપ્યા છે. આ સાથે તેમણે કહ્યું હતું કે મેં આવકવેરા અધિકારીઓના તમામ પ્રશ્નોના જવાબ આપ્યા છે. તાપસીએ ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો કંઇક ખોટું હશે તો તે આપમેળે બહાર આવી જશે.

 

આ પણ વાંચો:- Gorkha Film Controversy: અક્ષય કુમારની ફિલ્મ ‘ગોરખા’ના પોસ્ટર પર થયો વિવાદ, અભિનેતાએ આ રીતે આપી પ્રતિક્રિયા

 

આ પણ વાંચો:- ‘સુપર ડાન્સર’ના બાળકની પ્રતિભા જોઈને Virat Kohli ને થયું આશ્ચર્ય ! Video જોયા બાદ કહી ચોંકાવનારી વાત

Next Article