The Kapil Sharma Show: જાણો અભિનેતા સૈફ અલી ખાનને કઈ વાતથી લાગી રહ્યો છે ડર!

|

Nov 11, 2021 | 10:41 PM

ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show)ના આગામી એપિસોડમાં સૈફ અલી ખાન (Saif Ali Khan) તેમની આગામી ફિલ્મ 'બંટી ઔર બબલી 2'ના પ્રમોશન માટે આવવાના છે.

The Kapil Sharma Show: જાણો અભિનેતા સૈફ અલી ખાનને કઈ વાતથી લાગી રહ્યો છે ડર!
Saif Ali Khan

Follow us on

ધ કપિલ શર્મા શો (The Kapil Sharma Show)માં દર અઠવાડિયે સેલેબ્સ તેમની આગામી ફિલ્મ અને વેબ સિરીઝના પ્રમોશન માટે આવે છે. આગામી એપિસોડ્સમાં સૈફ અલી ખાન (Saif Ali Khan) તેમની આગામી ફિલ્મ બંટી ઔર બબલી 2 (Bunty Aur Babli 2)ના પ્રમોશન માટે કપિલના શોમાં આવવાના છે.

 

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

આ શોમાં સૈફની સાથે રાની મુખર્જી (Rani Mukerji), સિદ્ધાંત ચતુર્વેદી (Siddhant Chaturvedi) અને શરવરી વાઘ (Sharvari Wagh) પણ આવવાના છે. સૈફ અને રાનીની ફિલ્મ બંટી ઔર બબલી 2,  19 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. બંને ઘણા વર્ષો પછી સાથે જોવા મળશે. શોમાં કપિલે સૈફને પૂછ્યું કે તે ઘરે કેમ નથી બેસતા અને વર્કોહોલિક કેમ છો.

 

સૈફ અલી ખાનને આ વાતનો છે ડર

કપિલ શર્મા શોનો નવો પ્રોમો શેર કરવામાં આવ્યો છે, જેમાં સૈફ અલી ખાન, રાની મુખર્જી, સિદ્ધાંત ચતુર્વેદી અને શરવરી વાઘ બેસીને વાત કરી રહ્યા છે. કપિલ સૈફને પૂછે છે કે આ વર્ષમાં સૈફ સરનો આ ત્રીજો પ્રોજેક્ટ છે. પહેલા તાંડવ (Tandav) કર્યું પછી ભૂત પોલીસ (Bhoot Police) અને પછી હવે બંટી અને બબલી 2 (Bunty Aur Babli 2). સર તમે સતત કામ કરી રહ્યા છો કે પરિવાર વધવાનું દબાણ તમારા પર છે?

 

 

 

સૈફ કપિલના સવાલનો જવાબ આપે છે કે ના, પરિવાર વધી જવાનું કોઈ દબાણ નથી. મને એ વાતનો ડર છે કે જો હું ઘરે રહીશ તો મને વધુ બાળકો થઈ જશે. જે બાદ ત્યાં બેઠેલા તમામ લોકો હસવા લાગે છે. બંટી ઔર બબલી 2 ની વાત કરીએ તો આ વખતે ફિલ્મમાં ડબલ ધમાકો થવાનો છે. દર્શકોને એક નહીં, પરંતુ બે બંટી અને બબલી જોવા મળશે. આ ફિલ્મને વરુણ વી શર્માએ ડાયરેક્ટ કરી છે.

 

તમને જણાવી દઈએ કે સૈફ અલી ખાનને ચાર બાળકો છે. તેમની ભૂતપૂર્વ પત્ની અમૃતા સિંહથી સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાન અને કરીના કપૂરના બે પુત્રો તૈમુર અલી ખાન અને જહાંગીર અલી ખાન છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો બંટી ઔર બબલી 2 સિવાય, સૈફ અલી ખાન ઓમ રાઉતની આદિપુરુષ (Adipurush)માં પ્રભાસ (Prabhas) અને ક્રિતી સેનન (Kriti Sanon) સાથે જોવા મળશે. હાલમાં જ આ ફિલ્મનું શૂટિંગ પૂરું થયું છે. આ ફિલ્મ હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ થશે.

 

આ પણ વાંચો :- Bigg Boss 15: વિશાલે ઉડાવી શમિતા અને રાકેશના સંબંધોની મજાક, એક્સ વાઈફ રિદ્ધિ ડોગરાએ ગુસ્સામાં કહી આ વાત

 

આ પણ વાંચો :- Sooryavanshi BO Collection Day 6: અક્ષય કુમારની ફિલ્મનો જાદુ અટકવા માટે નથી તૈયાર, છઠ્ઠા દિવસે કરી અધધધ કમાણી

Next Article