The Kapil Sharma Show : વિવેક અગ્નિહોત્રીના આરોપ બાદ બહિષ્કારની માગ ઉઠી,અનુપમ ખેરે કર્યો મોટો ખુલાસો, જાણો શું છે મામલો ?

વિવેક અગ્નિહોત્રીએ 'કપિલ શર્માના શો' અને તેની ટીમ પર આરોપ લગાવ્યો હતો કે તેણે 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મની ટીમને શોમાં આમંત્રિત કરવાની ના પાડી દીધી હતી.

The Kapil Sharma Show : વિવેક અગ્નિહોત્રીના આરોપ બાદ બહિષ્કારની માગ ઉઠી,અનુપમ ખેરે કર્યો મોટો ખુલાસો, જાણો શું છે મામલો ?
The kapil sharma show Controversy
| Edited By: | Updated on: Mar 15, 2022 | 6:55 AM

The Kapil Sharma Show :  હાલમાં જ વિવેક અગ્નિહોત્રીની (Vivek Agnihotri) ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ રીલિઝ (The Kashmir Files)થઈ હતી. જે બાદ વિવેક અગ્નિહોત્રીએ કપિલ શર્માના શો અને તેની ટીમ પર આરોપ લગાવ્યો હતો કે તેણે અગ્નિહોત્રીની ફિલ્મની ટીમને શોમાં આમંત્રિત કરવાની ના પાડી દીધી હતી. આ સમાચાર પર ઘણા લોકોની સોશિયલ મીડિયા (Social Media) પર પ્રતિક્રિયાઓ આવી હતી.

એટલુ જ નહિ’ધ કપિલ શર્મા શો’નો બહિષ્કાર કરવા માટે લોકો કપિલ (Kapil Sharma) વિરુદ્ધ પણ બોલવા લાગ્યા હતા.ત્યારબાદ કપિલે આ મામલે મૌન જાળવવું વધુ સારું માન્યુ હતુ. પરંતુ હવે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ એક્ટર અનુપમ ખેરે આ મામલે ખુલાસો કર્યો છે. અનુપમ ખેરે જણાવ્યું કે કપિલે તેને ફિલ્મના પ્રમોશન માટે ‘ધ કપિલ શર્મા શો’ શોમાં બોલાવ્યો હતો. અનુપમ ખેરની આ કબૂલાત સાંભળીને કપિલ સ્તબ્ધ થઈ ગયો અને તેણે આ અંગે ટ્વિટ પણ કર્યુ છે.

અનુપમ ખેરે શું કહ્યું ?

તમને જણાવી દઈએ કે,અનુપમ ખેર (Anupam kher) એક ન્યૂઝ ચેનલના શોમાં દેખાયા હતા જ્યાં તેમને એન્કર નાવિકા કુમાર દ્વારા પૂછવામાં આવ્યું હતું- ‘ધ કપિલ શર્મા શો એક કોમેડી શો છે, શું તમને લાગે છે કે ચર્ચા કરવા માટે આટલો ઊંડો મુદ્દો છે ?’ આ અંગે અનુપમ ખેરે સ્પષ્ટતા કરી હતી.તેણે કહ્યુ કે , ‘હું પ્રમાણિક કહું છું, મારે અહીં કહેવું જોઈએ કે મને કપિલ તરફથી ફોન આવ્યો હતો.લગભગ બે મહિના પહેલાની આ વાત છે. તેણે કહ્યું હતું કે તમે આવો,તેથી ફિલ્મના પ્રમોશન માટે તેણે આમંત્રણ આપ્યુ હતુ.વધુમાં કહ્યુ કે, તે એક ફની શો છે, જે કરવું ખૂબ મુશ્કેલ છે.

‘ધ કપિલ શર્મા શો’નો વિવાદ વણસ્યો

તમને જણાવી દઈએ કે, જ્યારે પ્રશંસકોએ વિવેક અગ્નિહોત્રીને ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ વિશે સૂચન કર્યું હતું કે તેણે પોતાની ફિલ્મનું પ્રમોશન કરવું જોઈએ અને કપિલના શોમાં જવું જોઈએ, ત્યારે ફિલ્મ નિર્માતાએ કપિલના શો પર આરોપ લગાવ્યા હતા.જે બાદ વિવાદ વણસ્યો હતો.

આ પણ વાંચો  : The Kashmir Filesને કરમુક્ત બનાવીને ભાજપ કરી રહ્યું છે સપોર્ટ, ક્યાંક કોંગ્રેસના ગળાનો કાંટો ન બની જાય આ ફિલ્મ