‘Ramayan’માં લક્ષ્મણે મેઘનાથનો કર્યો વધ, એક એપિસોડે બનાવ્યો રેકોર્ડ, 7 કરોડ 77 લાખ લોકોએ જોયો

રામાનંદ સાગરની રામાયણને આજે પણ લોકોનો ઘણો પ્રેમ મળે છે. લોકડાઉન દરમિયાન જ્યારે રામાયણ ફરીથી બતાવવાનું નક્કી કરવામાં આવ્યું, ત્યારે ઘરે હાજર લગભગ દરેક વ્યક્તિએ તેને ફરીથી જોયું હશે.

Ramayanમાં લક્ષ્મણે મેઘનાથનો કર્યો વધ, એક એપિસોડે બનાવ્યો રેકોર્ડ, 7 કરોડ 77 લાખ લોકોએ જોયો
Image Credit source: Google
| Edited By: | Updated on: Apr 16, 2023 | 6:51 PM

બધાએ રામાનંદ સાગરની રામાયણ જોઈ હશે. જેમણે 80-90ના દાયકાની આ ‘રામાયણ’ જોઈ છે, તેમના માટે રામ-સીતા અને લક્ષ્મણ જ આ સ્ટાર્સ છે. રામાનંદની ‘રામાયણ’ સાથે લોકોની લાગણી જોડાયેલી છે. આજે પણ જ્યારે લોકો રામનું પાત્ર ભજવતા અરુણ ગોવિલને જુએ છે ત્યારે તેમના પગ સ્પર્શ કરે છે. લોકોએ તેમના હૃદયમાં ભગવાનની છબી જાળવી રાખી છે. આ ‘રામાયણ’ના દરેક પાત્રને લોકોનો અપાર પ્રેમ મળ્યો છે.

આ પણ વાચો: Twitter Viral Video : રામાયણના શ્રી રામને મળી જગદગુરુ રામભદ્રાચાર્ય થયા ભાવુક, જુઓ Viral Video

લોકડાઉનના દિવસોમાં, ‘રામાયણ’ ફરીથી લોકોને બતાવવામાં આવ્યું અને ફરી એકવાર તેને જોવા લોકોની કોઈ કમી ન રહી. ‘રામાયણ’ દરેક ઘરમાં જોવા મળતી હતી. હવે રામાનંદની ‘રામાયણ’એ નવો રેકોર્ડ બનાવ્યો છે. વાસ્તવમાં લક્ષ્મણના રોલમાં જોવા મળતા સુનીલ લાહિરીએ એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતી વખતે તેણે તેના ફેન્સ સાથે એક સારા સમાચાર શેર કર્યા છે.

 

 

હકીકતમાં, 3 વર્ષ પહેલા, 16 એપ્રિલ 2020ના રોજ, જ્યારે લોકડાઉન દરમિયાન ફરીથી રામાયણ બતાવવામાં આવ્યું હતું, ત્યારે આ દિવસે જ લક્ષ્મણ અને મેઘનાદના યુદ્ધનો એપિસોડ બતાવવામાં આવ્યો હતો. આ એપિસોડને લોકોનો એટલો પ્રેમ મળ્યો કે આજે તેનું નામ વર્લ્ડ રેકોર્ડ બની ગયું છે. એપિસોડ જ્યાં લક્ષ્મણ દ્વારા મેઘનાદની હત્યા કરવામાં આવે છે તેને 7 કરોડ 77 લાખ વ્યુઅરશિપ મળી છે. એટલે કે તેને 7 કરોડથી વધુ લોકોએ જોયું હતું.

 

 

લક્ષ્મણ એટલે કે સુનીલ લગરીએ વીડિયો શેર કરતા તમામ લોકોનો આભાર માન્યો છે. આ સાથે, તેણે કેપ્શનમાં લખ્યું છે કે, આ દિવસે, 16 એપ્રિલ 2020ના રોજ, રામાયણના લક્ષ્મણ-મેઘનાદ યુદ્ધ એપિસોડે એક વિશ્વ રેકોર્ડ બનાવ્યો, જે પોતાનામાં એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ છે. 77.7 મિલિયન વ્યુઅરશિપ માટે આપ સૌનો આભાર માનું છું, આ બધું તમારા કારણે શક્ય બન્યું છે. મેઘનાદના વધની એક ઝલક પણ શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે.

             મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…