Thalapathy Vijay Divorce : છૂટાછેડાના સમાચારો વચ્ચે વિજય થલાપતિ ત્રિશા કૃષ્ણન સાથે જોવા મળ્યો, એક લગ્નપ્રસંગમાં સાથે જ પહોંચ્યા

દક્ષિણના સુપરસ્ટાર થલાપતિ વિજય માત્ર તેમના ફિલ્મી જીવન માટે નહીં પરંતુ અંગત જીવનને લઇને પણ સમાચારનાં મુખ્ય વિષયમાં છે. હાલમાં તેમનું 27 વર્ષનો લગ્નજીવન અંતે પહોંચી ગયું હોય તેવા સમાચાર છે અને પત્ની સંગીતા સોર્નાલિંગમ દ્વારા છૂટાછેડા માટે અરજી નોંધાઇ છે. આ સમાચારો વચ્ચે વિજય એક લગ્ન પ્રસંગમાં ત્રિશા કૃષ્ણન સાથે જોવા મળતા અનેક ચર્તાઓ થઇ રહી છે.

Thalapathy Vijay Divorce : છૂટાછેડાના સમાચારો વચ્ચે વિજય થલાપતિ ત્રિશા કૃષ્ણન સાથે જોવા મળ્યો, એક લગ્નપ્રસંગમાં સાથે જ પહોંચ્યા
| Edited By: | Updated on: Mar 06, 2026 | 9:05 AM

દક્ષિણના સુપરસ્ટાર થલાપતિ વિજય માત્ર તેમના ફિલ્મી જીવન માટે નહીં પરંતુ અંગત જીવનને લઇને પણ સમાચારનાં મુખ્ય વિષયમાં છે. હાલમાં તેમનું 27 વર્ષનો લગ્નજીવન અંતે પહોંચી ગયું હોય તેવા સમાચાર છે અને પત્ની સંગીતા સોર્નાલિંગમ દ્વારા છૂટાછેડા માટે અરજી નોંધાઇ છે. આ સમાચારો વચ્ચે વિજય એક લગ્ન પ્રસંગમાં ત્રિશા કૃષ્ણન સાથે જોવા મળતા અનેક ચર્તાઓ થઇ રહી છે.

વિજયની પત્ની સંગીતા સોર્નાલિંગમ દ્વારા છૂટાછેડા માટે અરજી કરવામાં આવી છે, ત્યારે અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે છૂટાછેડાનું મુખ્ય કારણ વિજયના લગ્નેત્તર સંબંધો છે અને ભરણપોષણ માટે 250 કરોડ રૂપિયાની શક્યતા છે. પહેલા બંનેએ સંબંધો ઉકેલવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે મામલો સોલ્વ ન થયો, ત્યારે કોર્ટમાં અરજી નોંધાઇ.

છૂટાછેડાની આ અફવાઓ વચ્ચે, વિજયને દક્ષિણ અભિનેત્રી ત્રિશા કૃષ્ણન સાથે એક લગ્ન રિસેપ્શનમાં જોવા મળ્યા, જે સોશિયલ મીડિયામાં તરત વાયરલ થયું. વીડિયો અને ફોટામાં બંને પરંપરાગત પોશાકમાં સુંદર દેખાયા છે. વિજય ફૂલોનો ગુચ્છો પકડીને બેઠા હતા, જ્યારે ત્રિશા પાછળથી કારમાંથી ઉતરીને તેમની તરફ આવી રહી હતી. આ દ્રશ્ય જોઇને ચાહકોમાં મિશ્ર પ્રતિભાવ સર્જાયો છે; કેટલાક લોકોએ ગુસ્સો વ્યક્ત કર્યો અને છૂટાછેડાની અફવાઓને સાચું માનવા લાગ્યા.

હકીકતમાં, વિજય અને ત્રિશા અગાઉ અનેક ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે અને સોશિયલ મીડિયા પર ફોટા શેર કરવાનો ચલણ ચાલુ છે, ખાસ કરીને જન્મદિવસ અને પ્રસંગોમાં. લગ્ન રિસેપ્શનમાં બંનેની હાજરીને જોઈને ચાહકોમાં ચર્ચા થઈ છે અને પુત્ર જેમ્સન સહિત ચાહકોની પ્રતિક્રિયા પણ મિશ્ર રહી છે.

વિજયનું અંગત જીવન હાલમાં ચર્ચામાં હોવા છતાં તેમનું ફિલ્મી કારકિર્દી જારી છે. આ ઘટનાએ વિજયના પ્રત્યેક ચાહક અને મિડિયા સર્કલમાં હાઈ વોલ્ટેજ ચર્ચાનું માહોલ ઊભું કરી દીધું છે.