
સ્ટાર પ્લસની ફેમસ ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ એક નવી વાર્તા તરફ આગળ વધી રહી છે. જેમ કે ટૂંક સમયમાં આ સીરિયલમાં 20 વર્ષનો લીપ બતાવવામાં આવશે છે. આ લીપને કારણે એક કે બે જ નહીં પરંતુ એક ડઝન નવા કલાકારો શોમાં જોડાવા જઈ રહ્યા છે. આ નવા કલાકારો સાથે એક નવો પ્રોમો પણ શૂટ કરી લીધો છે અને ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો નવો એપિસોડ આવતા મહિને એટલે કે નવેમ્બરમાં શરૂ થશે. આ નવા ચેપ્ટર પહેલા અક્ષરા-અભિમન્યુ એટલે કે પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરા શોને વિદાય આપશે એટલે કે શો છોડવા જઈ રહ્યા છે.
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં આવનારી પેઢીનો લિપ એટલે કે લાંબો સમયગાળો ફેન્સ માટે નવી વાત નથી. આ પહેલા પણ આ સિરિયલમાં બે મોટા લિપ લેવામાં આવ્યા હતા. હવે આ સિરિયલનો આ નવો લિપ ત્રીજી જનરેશન લીપ હશે. શોમાં અભિમન્યુના પાત્રનું મૃત્યુ બતાવવામાં આવશે. લીપ પછી દર્શકોને અક્ષરાની દીકરીની લવ સ્ટોરી જોવા મળશે.
So DKP named #AkshNav ‘s daughter as Abhira
In fact promo me pic bhi AkshNav ki haiBtw.. Samridhi is looking amazing in the promo, looking forward for Gen 4 🙂
#Yrkkh pic.twitter.com/qXF181munm— Gaayu (@Positive_soul24) October 24, 2023
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં કલર્સ ટીવીની સીરિયલ ‘સાવી કી સવારી’થી ફેમસ થયેલી એક્ટ્રેસ સમૃદ્ધિ શુક્લા ‘અભિરા’નું પાત્ર ભજવતી જોવા મળશે. જ્યારે શહેઝાદા ધામી આ સીરિયલના મુખ્ય અભિનેતા હશે તેવું જાણવામાં આવી રહ્યું છે. યે રિશ્તાની નવી વાર્તા સમૃદ્ધિ-શહેજાદા સાથે જોવા માટે ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તમને જણાવી દઈએ કે આ સીરિયલની શરૂઆતની પહેલી પેઢી હિના ખાન અને કરણ મહેરાથી થઈ હતી તેમજ હિના-કરણની જોડીને શિવાંગી જોશી-મોહસીન ખાન અને આ બંનેની જગ્યાએ હર્ષદ-પ્રણાલી રાઠોડને લેવામાં આવ્યા હતા. વર્ષ 2009માં શરૂ થયેલા આ શોએ 14 વર્ષ પણ પૂર્ણ કરી લીધા છે.