Karishma Tanna – Varun Bangera Wedding: વર્ષ 2022ની શરૂઆત સાથે લગ્નની સિઝન પણ શરૂ થઈ ગઈ છે. મૌની રોય અને સૂરજ નામ્બિયારના લગ્ન બાદ હવે અભિનેત્રી કરિશ્મા તન્ના (Karishma Tanna) પણ તેના લગ્ન માટે તૈયાર છે. કરિશ્મા તેના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે આજે એટલે કે 5 ફેબ્રુઆરી, 2022ના રોજ સાત ફેરા લેવા જઈ રહી છે. બંનેના પ્રી-વેડિંગ વીડિયો (Pre-wedding video) અને ફોટોઝ પણ સામે આવ્યા હતા,
જેમાં આ કપલ તેમના ખાસ દિવસને ખૂબ જ સુંદર રીતે એન્જોય કરતા જોવા મળ્યા હતા. લગ્ન પહેલાના સમારંભો અને લગ્નો માટે ફક્ત ખાસ મિત્રો અને નજીકના પરિવારના સભ્યોને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. જ્યારથી કરિશ્મા તન્નાએ સોશિયલ મીડિયા પર તેના ચાહકોને તેના બોયફ્રેન્ડનો પરિચય કરાવ્યો, ત્યારથી દરેકને એ જાણવાની ઉત્સુકતા છે કે કોણ છે જેણે અભિનેત્રી કરિશ્મા તન્નાના દિલની ચોરી કરી છે. વરુણ વિશે વધુ માહિતી મળી નથી, કારણ કે આ જોડીએ ક્યારેય મીડિયામાં તેમના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી, પરંતુ કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં તેમના વિશે થોડી માહિતી આપવામાં આવી છે.
વરુણ કર્ણાટકના બેંગ્લોરનો છે, પરંતુ પિંકવિલાના રિપોર્ટ અનુસાર તે મુંબઈનો એક બિઝનેસમેન છે. કરિશ્મા તન્ના સાથેની સગાઈના સમાચાર સામે આવ્યા ત્યારથી વરુણ મીડિયાની હેડલાઈન્સમાં છે. વરુણ VB ગ્રુપ સાથે કામ કરે છે અને તે 2010થી કંપની સાથે જોડાયેલો છે.
રિપોર્ટમાં વરુણની પ્રોફાઈલને ટાંકીને કહેવામાં આવ્યું છે કે, વરુણ એક રિયલ એસ્ટેટ કંપનીમાં ડિરેક્ટર તરીકે કામ કરે છે. તેણે પોતાનો અભ્યાસ કેનેડાના ઓટ્ટાવા સ્થિત કાર્લેટન યુનિવર્સિટીમાંથી કર્યો હતો. વરુણે વિદેશી યુનિવર્સિટીમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસ, બિઝનેસ એડમિનિસ્ટ્રેશન અને મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો છે.
વરુણ લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. ઘણીવાર જ્યારે પણ તેને કરિશ્મા તન્ના સાથે જોવામાં આવે છે, ત્યારે તે કેમેરા સામે પોઝ આપતા અચકાતો જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર વરુણના લગભગ 400 ફોલોઅર્સ છે અને તે પોતાનું એકાઉન્ટ ખાનગી રાખે છે.
તમને જણાવી દઈએ કે વરુણ પહેલા કરિશ્મા એક્ટર ઉપેન પટેલને ડેટ કરતી હતી. કરિશ્મા બિગ બોસ સીઝન 8 દરમિયાન ઉપેન પટેલને મળી હતી. આ પછી બંનેએ સાથે એક શો કર્યો. બંને લાંબા સમય સુધી એકબીજાને ડેટ કરતા હતા પરંતુ બાદમાં આ સંબંધ આગળ ન વધી શક્યો અને બંને અલગ થઈ ગયા.
આ પણ વાંચો : Uttarakhand Election: રાહુલ ગાંધી આજે ઉત્તરાખંડ પ્રવાસ પર, ઉધમ સિંહ નગર અને હરિદ્વારમાં વર્ચ્યુઅલ રેલીને સંબોધશે