
Masterchef India Is Back : દેશનો સૌથી મોટો કૂકિંગ રિયાલિટી શો માસ્ટર શેફ ઈન્ડિયા સોની ટીવી અને OTT પ્લેટફોર્મ સોની લિવ પર ફરી એકવાર પુનરાગમન કરવા માટે તૈયાર છે. આ વર્ષે માસ્ટર શેફની આ બીજી સીઝન હશે.
સોની ટીવીએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ચાહકો સાથે શોના ઓડિશનની વિગતો શેર કરી છે, પરંતુ શોની વાપસીના સારા સમાચાર સાથે શોની જજ ગરિમા અરોરાને લઈને ચાહકો માટે સમાચાર પણ છે.
આ પણ વાંચો : Master Chef India Winner : આસામના નયનજ્યોતિ સૈકિયા બન્યા વિજેતા, ટ્રોફી સાથે જીત્યા 25 લાખ રૂપિયા
Register now on the Sony LIV app for MasterChef India auditions. pic.twitter.com/LYlz7wou62
— Sony LIV (@SonyLIV) July 7, 2023
જો અમારા સૂત્રોનું માનીએ તો ગરિમા અરોરા આગામી માસ્ટરશેફ ઇન્ડિયાનો ભાગ નહીં હોય. પરંતુ શેફ વિકાસ ખન્ના અને રણવીર બ્રાર આ શોનો ભાગ હશે. ગરિમા અરોરાએ ગયા વર્ષે માસ્ટર શેફ ઈન્ડિયાની પ્રથમ સીઝનમાં જજ તરીકે કામ કર્યું હતું. પરંતુ તેની પ્રેગ્નેન્સીના કારણે ગરિમા અરોરાએ આ શો કરવાની ના પાડી દીધી છે. ગરિમા અરોરા બીજી વખત માતા બનવા જઈ રહી છે.
So much fun. 🤣🤣🤣
With the brilliant @KapilSharmaK9 with @ranveerbrar #garimaarora #TheKapilSharmaShow #MasterChefIndia pic.twitter.com/TBanuKbPMY— Vikas Khanna (@TheVikasKhanna) January 10, 2023
MasterChef India તેની આગામી સિઝનમાં જોડાવા માટે રસોઈમાં રસ ધરાવતા પ્રતિભાશાળી લોકોને શોધી રહી છે. જો તમારી પાસે તમારા હાથની કુશળતા, તમારી સર્જનાત્મકતા અને તમારા જ્ઞાનનો ઉપયોગ કરીને નિર્ણાયક શેફને પ્રભાવિત કરવાની ક્ષમતા હોય, તો આ શો તમારા માટે છે. આ શોમાં જોડાવા માટે તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. એટલા માટે તમારે Sony Live એપ પર જઈને ફોર્મ ભરવાનું રહેશે.
Published On - 12:01 pm, Sat, 8 July 23