તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ રાજ અનડકટ અને અદા ખાન એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે, જુઓ ફોટો

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) ટીવી એ પોપ્યુલર શોમાંથી છે જે વર્ષોથી ચાલું છે. જુલાઈ 2008માં ચાલુ થયેલા આ શોએ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા છે,તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ રાજ અનડકટ અદા ખાન સાથે તેના મ્યુઝિક વિડિયો ડેબ્યૂ કરશે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ રાજ અનડકટ અને અદા ખાન એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે, જુઓ ફોટો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ રાજ અનડકટ અને અદા ખાન એક મ્યુઝિક વીડિયોમાં જોવા મળશે, જુઓ ફોટો
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jul 07, 2022 | 12:46 PM

Raj Anadkat : ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા‘(Taarak Mehta Ka Ooltah Chashmah) માં ટપ્પુની ભૂમિકા ભજવનાર રાજ અનડકટ (Raj Anadkat) અને ‘ગુડ્ડન તુમસે ના હો પાયેગા’માં ગુડ્ડનની ભૂમિકા ભજવનાર કનિકા માન (Kanika mann music video)પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે.ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં ટપુના ઓન-સ્ક્રીન નામથી લોકપ્રિય બનેલા રાજ અનાડકટ ખૂબ જ ટૂંક સમયમાં તેનો મ્યુઝિક વીડિયો ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. મોહક સ્મિત સાથેનો હેન્ડસમ હંક છેલ્લા પાંચ વર્ષથી શોમાં પોતાની ભૂમિકાથી દર્શકોના દિલ જીતી રહ્યો છે. અહેવાલો મુજબ, તેણે તાજેતરમાં જ શો છોડી દીધો છે, અને શો અને અભિનેતાના ચાહકો આ સમાચારથી ખૂબ જ નિરાશ છે.

રાજ વ્હાઇટ આઉટફિટ અને ગ્રીન જેકેટમાં દેખાયો

પરંતુ ચાહકો તેને ટૂંક સમયમાં એક નવી ભૂમિકામાં જોશે, કારણ કે રાજ લોકપ્રિય અભિનેત્રી અદા ખાન સાથે રોમાન્સ કરશે.અદા ખાને તાજેતરમાં શેર કરેલી પોસ્ટમાં તે રાજ અનડકટ સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. રાજ વ્હાઇટ આઉટફિટ અને ગ્રીન જેકેટમાં જોવા મળી રહ્યો છે, જ્યારે અદા ફ્લોરલ શોર્ટ ડ્રેસ અને લાલ જેકેટમાં હંમેશની જેમ સુંદર લાગે છે તેને લાલ જેકેટ અને ડિઝાઇનર હીલ્સ પહેર્યા છે.

 

 

શોએ અનેક ઉતાર-ચઢાવનો સામનો કરીને સાડા ત્રણ હજાર એપિસોડ પુરા કર્યા

તારાક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah) લોકોને લોકપ્રિય શો છે, આ શોના પાત્રો પણ ચાહકોને ખુબ પસંદ આવી રહ્યા છે, તારક મહેતા શો 2008થી શરુ થયો હતો અને હજુ પણ તેની લોકપ્રિયતામાં કોઈ ફેરફાર થયો નથી. હાલમાં શોએ અનેક ઉતાર-ચઢાવનો સામનો કરીને સાડા ત્રણ હજાર એપિસોડ પુરા કરી લીધા છે આ શોના મેકર્સ માટે એક મોટી સફળતા કહી શકાય છે. શોના નિર્દેશક માલવ રાજદા (Malav Rajda)એ સોશિયલ મીડિયા પર આની જાણકારી શેર કરી હતી.

તમને જણાવી દઈએ કે, લેખક-નિર્માતા અસિત કુમાર મોદીનો આ શો ટીવી પર સૌથી લાંબા સમય સુધી ચાલનારો શો છે. છેલ્લા 14 વર્ષથી ચાલી રહેલા આ શો દર્શકોનું મનોરંજન પુરુ પાડે છે લોકો ખુબ પસંદ પણ કરે છે

Published On - 12:45 pm, Thu, 7 July 22