તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ અભિનેતા ગુરુચરણ સિંહ કમબેક કરવા માટે સંપૂર્ણ તૈયાર છે. છેલ્લા કેટલાક મહિનાથી સોની સબ ટીવી સીરિયલમાં રોશન સોઢીનું પાત્ર નિભાવનાર આ અભિનેતા ખુબ બિમાર હતો પરંતુ ટીવી9 હિન્દી ડિજીટલની સાથે ખાસ વાતચીતમાં ગુરુચરણ સિંહે જણાવ્યું કે, તે હાલમાં સ્વસથ છે. ધીમે ધીમે તેની તબયિતમાં સુધારો આવી રહ્યો છે. અને હવે તે ફરી એક વખત ચાહકોનું મનોરંજન કરવા માંગે છે. આ વાતચીતમાં ગુરુચરણ સિંહે જણાવ્યું કે, તે હંમેશા ઈમાનદારીથી પોતાનું કામ કરતો આવ્યો છે. પરંતુ અનેક વખત અફવાઓ તેને પરેશાન કરે છે. ગુરુચરણે આ વાતનો ખુલાસો કરતા કહ્યું હું તમામ વસ્તુઓ દિલથી વિચારું છુ. પરંતુ લોકો આનો ખોટો ફાયદો ઉઠાવે છે.
ગુરુચરણ સિંહ મીડિયાનું સમ્માન કરે છે પરંતુ તેનું કહેવું છે કે, અનેક વખત તેની સાથે જોડાયેલી અફવાઓ ગુરુચરણ સિંહને પેરશાન કરે છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અભિનેતાએ કહ્યું મારે ગુરુપરબની શુભકામના આપવી હતી. મારે ગુરુદ્વારા પણ જવું હતુ. પરંતુ મારી તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે, હું હોસ્પિટલમાં એડમિટ થયો હતો. ડોક્ટરે મને ગ્લુકોઝ ચઢાવ્યું હતું ત્યારે મને હોશ આવ્યો હતો.ત્યારબાદ મે ચાહકોને વિશ કર્યું અને આ વીડિયો મારો વાયરલ થયો હતો. આ વીડિયો વાયરલ થયા બાદ મારી સાથે જોડાયેલી ખોટી અફવાઓ થવા લાગી હતી. મને આ બધી ખબર ન હતી. હું બધી વસ્તુઓ દિલથી વિચારું છું પરંતુ લોકો આનો ખોટો ફાયદો ઉઠાવે છે.
ગુરુચરણ સિંહે કહ્યું કે ,એક એવા સમાચાર આવ્યા હતા કે હું તારક મહેતાના સેટ પર ખૂબ જ અનપ્રોફેશનલ હતો. એ સમાચાર વાંચીને મને ખૂબ ગુસ્સો આવ્યો. મેં મારા જીવનના 13-14 વર્ષ આ શોને આપ્યા છે અને મેં આ કામ ખૂબ જ દિલથી કર્યું છે. ભલે તમારી પીઠ તૂટી ગઈ હોય અથવા તમે હોસ્પિટલમાં હોવ. જ્યારે તમે તમારા પ્રોફેશનના પ્રેમ માટે સખત મહેનત કરો છો, ત્યારે સત્ય જાણ્યા વિના તમારા વિશે લખેલી વાતો તમને પરેશાન કરે છે. પરંતુ આ સમય દરમિયાન મને આધ્યાત્મિકતા કામમાં આવી.