
Social Currency Winner : સ્ટેન્ડ-અપ કોમેડિયન આકાશ મહેતાને નેટફ્લિક્સનો રિયાલિટી શો ‘સોશિયલ કરન્સી’ જીતીને 50 લાખ રૂપિયા જીત્યા છે. આકાશ માટે આ સફર સરળ ન હતી. તેમની સાથે પ્રખ્યાત ટીવી અભિનેતા પાર્થ સમથાન અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુઅન્સર ભાવિન ભાનુશાલી પણ હતા. આ તમામ સ્પર્ધકોમાં આકાશના સોશિયલ મીડિયા ફોલોઅર્સની સંખ્યા સૌથી ઓછી હતી. આ જ કારણ છે કે અક્ષયને બિલકુલ આશા નહોતી કે તે આ સ્પર્ધકોને મિલિયન ફોલોઅર્સ સાથે સ્પર્ધા આપી શકશે.
આ પણ વાંચો : નેટફ્લિક્સ અને એમેઝોનને ટક્કર આપવા આવી રહ્યા છે મુકેશ અંબાણી? જાણો તમામ વિગતો
આકાશ મહેતા મુંબઈમાં રહેતા સ્ટેન્ડ અપ કોમેડિયન છે. તેણે રાજકારણથી લઈને સામાન્ય કોમેડી સુધીના વિવિધ વિષયો પર ઓપન માઈક અને શોમાં પરફોર્મ કર્યું છે. સોશિયલ કરન્સીમાં, આકાશે તેની અસુરક્ષાની સાથે-સાથે આવા ઘણા વિષયો વિશે વાત કરી જેથી ચાહકો સોશિયલ મીડિયા પર તેની સાથે જોડાઈ શકે.
રાજુ શ્રીવાસ્તવ અને સુનીલ પાલની કોમેડી પસંદ કરતા આકાશ મહેતા ગુજરાતી લેખક તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને દિનકર જોશી, મરાઠી લેખક પુલ દેશપાંડેના પુસ્તકો વાંચીને મોટા થયા છે. સોશિયલ કરન્સી જેવા શોને લઈને આકાશને ડર હતો કે તે અન્ય સ્પર્ધકોની જેમ સોશિયલ મીડિયા યુઝર્સને આકર્ષી શકશે નહીં. પરંતુ તેણે આ શો દરમિયાન પોતાની ગ્રોથ બતાવીને દર્શકોના દિલ જીતી લીધા.
રિયાલિટી શો ‘સોશિયલ કરન્સી’માં સોશિયલ મીડિયાની કેટલીક રસપ્રદ પ્રોફાઇલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તે બધાને નવી ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ આપવામાં આવી હતી. જ્યાં તેણે નવા અનુયાયીઓને પોતાની તરફ આકર્ષિત કરવાના હતા. આ શોમાં માત્ર વર્ચ્યુઅલ દુનિયામાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ સ્પર્ધકોને દરેક ક્ષણે નવા પડકારો આપવામાં આવ્યા હતા અને આ પડકારો જીતનારા સ્પર્ધકોને પૈસા આપવામાં આવ્યા હતા. આકાશે વર્ચ્યુઅલ કરતાં બહારની દુનિયામાં આપવામાં આવેલા પડકારોને જીતી લીધા અને જીતની રકમ 50 લાખ રૂપિયા પોતાના નામે કરી લીધી.
Published On - 8:56 am, Wed, 5 July 23