Superstar Singer 3 Winner : એક રિયાલિટી શો અને બે વિજેતા, આ સ્પર્ધકોએ જીત્યો ‘સુપરસ્ટાર સિંગર’નો ખિતાબ

Superstar Singer 3 Winner : 'સુપરસ્ટાર સિંગર' સીઝન 3ની સફર 90 દિવસ સુધી ચાલી હતી. નેહા કક્કર આ સિંગિંગ રિયાલિટી શોની જજ હતી જ્યારે પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, સલમાન અલી, સાયલી કાંબલે અને દાનિશ ખાન આ શોના કેપ્ટન હતા. હવે આ શોને તેનો વિનર મળી ગયો છે. જો કે વિજેતા ટેગ કોઈ એક સ્પર્ધકને જતું નથી. તેના બદલે તે બે સ્પર્ધકોના નામ પર છે.

Superstar Singer 3 Winner : એક રિયાલિટી શો અને બે વિજેતા, આ સ્પર્ધકોએ જીત્યો સુપરસ્ટાર સિંગરનો ખિતાબ
Superstar Singer 3 Winner
| Updated on: Aug 05, 2024 | 9:40 AM

Superstar Singer 3 Winner : સોની ટીવીના સિંગિંગ રિયાલિટી શો ‘સુપરસ્ટાર સિંગર’ની સીઝન 3 તેના વિજેતાને મળી ગયા છે. સામાન્ય રીતે રિયાલિટી શોમાં ભાગ લેનારા સ્પર્ધકોમાંથી એકને શોનો વિજેતા જાહેર કરવામાં આવે છે, પરંતુ નેહા કક્કરના આ શોમાં બે સ્પર્ધકોને વિજેતાનો ટેગ મળ્યો છે. ઝારખંડના અથર્વ બક્ષી અને કેરળના અવિર્ભવ (બાબુ કુટ્ટન) બંને આ શોના વિજેતા બન્યા છે.

વાસ્તવમાં બંને વચ્ચેની કોમ્પિટિશનનું પરિણામ ટાઈ રહ્યુ હતુ. જેના કારણે બંનેને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. ટ્રોફીની સાથે બંનેને 20 લાખ રૂપિયાનો ચેક પણ આપવામાં આવ્યો હતો.

સિંગિંગ રિયાલિટી શોના વિજેતા

શોના ગ્રાન્ડ ફિનાલેમાં અથર્વ અને અવિર્ભવ વધુ 7 સ્પર્ધકો સાથે હરીફાઈ કરી રહ્યા હતા. ગયા અઠવાડિયે નેહા કક્કરે ગ્રાન્ડ ફિનાલેમાં પહોંચેલા ટોપ 9 સ્પર્ધકોના નામની જાહેરાત કરી હતી. સુપરસ્ટાર સિંગરના ટોપ 9 સ્પર્ધકોમાં અથર્વ બક્ષી અને અવિર્ભવ એસની સાથે લિઝલ રાય, શુભ સૂત્રધર, પીહુ શર્મા, ક્ષિતિજ સક્સેના, માસ્ટર આર્યન, દેવનાશ્રિયા કે અને ખુશી નાગરના નામ પણ સામેલ હતા.

જો કે અથર્વ અને અવિર્ભવ તેમના સાથી સ્પર્ધકોને પાછળ છોડીને આ સિંગિંગ રિયાલિટી શોના વિજેતા બન્યા હતા. ઈનામની રકમ આ બંને વચ્ચે અડધી વહેંચવામાં આવશે. એટલે કે 20 લાખ રૂપિયામાંથી અથર્વને 10 લાખ રૂપિયા અને અવિર્ભવને 10 લાખ રૂપિયા મળશે.

પપ્પા નથી ઈચ્છતા કે તેમનો દીકરો ગાયક બને

ઝારખંડના હજારીબાગમાં રહેતા અથર્વ બક્ષીએ પોતાની ગાયકીથી સમગ્ર દેશના દિલ જીતી લીધા હતા. માત્ર શોના જજ જ નહીં પરંતુ શોમાં ભાગ લેનારા ઘણા કલાકારોએ પણ અથર્વની ખૂબ પ્રશંસા કરી હતી. અથર્વનો પરિવાર ઇચ્છતો ન હતો કે તે સિંગિંગમાં તેની કરિયર બનાવે.

જો કે તેને શરૂઆતથી જ ટીવી પર સિંગિંગ રિયાલિટી શો જોવાનું પસંદ હતું. ‘ઈન્ડિયન આઈડલ 10’ જોયા પછી તે શોના વિજેતા સલમાન અલીનો ફેન બની ગયો અને તેની સ્ટાઈલને અનુસરીને ગીતો ગાવા લાગ્યો. પરંતુ અથર્વના પિતા ઇચ્છતા હતા કે તે ફક્ત અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરે, પરંતુ તેની માતા અને મામાએ ગાવાનું પ્રોત્સાહન આપ્યું.

અવિર્ભાવ કેરળનો છે

કેરળના અવિર્ભાવની વાત કરીએ તો આ નાનો ગાયક હિન્દીમાં બહુ બોલી શકતો નથી, પરંતુ તેની ગાયકી અદભૂત છે. આ ક્યૂટ દેખાતા સિંગરે પોતાની ગાયકીની સાથે-સાથે પોતાની કમાલથી આખી દુનિયાનું દિલ જીતી લીધું હતું. અવિર્ભાવ માત્ર 7 વર્ષનો છે. સુપરસ્ટાર સિંગર કેપ્ટન સાયલી કાંબલે તેને આ સિંગિંગ રિયાલિટી શો માટે પસંદ કર્યો હતો. સુપરસ્ટાર સિંગર એ બાળકોનો સિંગિંગ રિયાલિટી શો છે.

આ શોમાં ભાગ લેનારા નાના ગાયકોને તાલીમ આપવાની જવાબદારી 5 કેપ્ટનોને સોંપવામાં આવી હતી. આ વર્ષે ‘ઈન્ડિયન આઈડલ’ ફેમ પવનદીપ રાજન, અરુણિતા કાંજીલાલ, સલમાન અલી, સાયલી કાંબલે અને દાનિશ ખાનને સુપરસ્ટાર સિંગર 3 ના કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી હતી અને નેહા કક્કર આ ટેલેન્ટ શોની જજ હતી.