
ટીવી ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર શક્તિ અરોરા (Shakti Arora) હાલમાં પોતાના નવા શો અને કેરેક્ટરને લઈને ચર્ચામાં છે. ‘કુંડલી ભાગ્ય’ પછી એક્ટર હાલમાં ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં લીડ રોલમાં જોવા મળી રહ્યો છે. જનરેશન લીપ પછી શક્તિને ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’માં ઈશાનના રોલ માટે પસંદ કરવામાં આવ્યો છે.
શોમાં ઈશાનના રોલમાં લોકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. શક્તિ સોશિયલ મીડિયા પર તેના ફેન્સ સાથે તેની લાઈફના અપડેટ્સ શેર કરે છે. હાલમાં એક્ટરે સોશિયલ મીડિયા પર એક હેરાન કરી દે તેનો વીડિયો શેર કર્યો છે.
શક્તિ અરોરાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામ પર એક હેરાન કરી દે તેવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ક્લિપમાં ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ એક્ટરે શોના સેટ પર અજગર જોવા મળવાની એક ઝલક શેર કરી છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે સાપ પકડનાર અજગરને પકડી રહ્યો છે, જેથી તે અન્ય કોઈને નુકસાન પહોંચાડી ન શકે.
આ વીડિયોને શેર કરતાં શક્તિએ કેપ્શનમાં અજગર વિશે એક હેરાન કરનારું અપડેટ લખ્યું છે, ‘આ અજગર આજે ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં’ના સેટ પર પકડવામાં આવ્યો હતો અને સાપ પકડનારે કહ્યું હતું કે તેણે ઓછામાં ઓછા 150 ઈંડાં આપ્યા છે, પરંતુ ચિંતા કરશો નહીં તેને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો.
(VC: Shakti Arora Instagram)
શક્તિની પોસ્ટ પર એક યુઝરે લખ્યું છે કે ‘મને લાગે છે કે સાપ નાગીનના સેટ પર જવા માંગતો હતો, પરંતુ તે ખોટી જગ્યાએ આવ્યો.’ અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘સાપની એન્ટ્રી ખૂબ સાચી છે!’ અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું છે કે ‘આશા છે કે તમે બધા સુરક્ષિત છો, તમારું ધ્યાન રાખો.’
આ પણ વાંચો : Bawaal Trailer: પ્યાર, ‘બવાલ’ અને વર્લ્ડ વોર પણ, વરુણ ધવન-જાહ્નવી કપૂરની પહેલી ફિલ્મનું ટ્રેલર રિલીઝ
લીપ પછી શોની સ્ટોરી સવી (ભાવિકા શર્મા), ઈશાન (શક્તિ અરોરા) અને રીવા (સુમિત સિંહ)ની આસપાસ ફરે છે. બીજી તરફ આ શોમાં સવી તેના માતા-પિતાનું આઈપીએસ ઓફિસર બનવાનું સપનું પૂરું કરવા માંગે છે અને તેના સપના પૂરા કરવા માટે સંઘર્ષ કરે છે. ભાવિકા, ઈશાન અને સુમિત સાથે, માનસી સાલ્વી, ઈન્દ્રનીલ ભટ્ટાચાર્ય, વૈશાલી ઠક્કર અને પારસ મદાનને મુખ્ય રોલ માટે પસંદ કરવામાં આવ્યા છે.