
નેહા મર્દા (Neha Marda ) ની દીકરી 3 મહિનાની થઈ ગઈ છે. આવી સ્થિતિમાં નેહાએ તેની પુત્રીનું ફોટોશૂટ કરાવ્યું છે. નેહાએ તેના બાળકનું મેક-અપ ફોટોશૂટ કરાવ્યું, બાળકના ફોટોશૂટની થીમ અનોખી હતી. આવી સ્થિતિમાં નેહાએ દીકરીને બાથરોબ પહેરાવી અને માથા પર રૂમાલ બાંધ્યો છે. આ ફોટો જોઈને ફેન્સ ખુશ થઈ ગયા, કારણ કે તે ખૂબ જ ક્યૂટ લાગી રહી હતી, પરંતુ ત્યારે જ કેટલાક લોકો નેહાને ટ્રોલ પણ કરી છે.
નેહાના વીડિયોમાં બાળકની આસપાસ મેકઅપ પ્રોડક્ટ્સ રાખવામાં આવી હતી. એક જગ્યાએ, નેહા તેના બાળકનો મેક-અપ કરતી જોઈને તેના બાળકના ગાલ પર કપડાથી ડૅબ કરી રહી હતી. આના પર નેહા મર્દાને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. નેહા માટે એવું કહેવામાં આવ્યું હતું કે તે આટલી નાની છોકરીનો મેકઅપ કરી રહી છે, તેને મગજ છે કે નહિ, તો કોઈએ કહ્યું કે તમારા બાળકને મજા નથી આવતી, આમ ન કરો.
(instagram : Neha Marda)
આ વીડિયો જોઈને લોકો વધુ ઉશ્કેરાયેલા જોવા મળ્યા હતા. જોકે નેહાએ પાછળથી સ્પષ્ટતા કરી હતી કે, આ રિયલ પ્રોડ્ક્ટ નથી, તેનો ઉપયોગ માત્ર શૂટ માટે કરવામાં આવ્યો હતો. નેહાએ સ્પષ્ટ કર્યું કે, તેના બાળકના ચહેરા પર કંઈ જ લગાવવામાં આવ્યું નથી. માત્ર શૂટ માટે મેક-અપ એસેસરીઝ ચારે બાજુ વિખેરાઈ ગઈ છે. લગ્નના 10 વર્ષ બાદ ‘બાલિકા વધુ’થી લોકોના દિલમાં જગ્યા બનાવનાર અભિનેત્રી નેહા મર્દાના ઘરે દીકરીનો જન્મ થયો છે.
આ પણ વાંચો : આલિયા કેવી રીતે બની Kiara Advani, 5 વર્ષની ઉંમરે એક જાહેરાતથી તેની કારકિર્દીની શરૂઆત કરી
સૌથી લોકપ્રિય ટીવી સિરિયલ ‘બાલિકા વધૂ’ ફેમ નેહા મર્દાએ આ વર્ષે એપ્રિલ મહિનામાં પ્રિમેચ્યોર બેબી ગર્લને જન્મ આપ્યો હતો. અભિનેત્રીએ પોતાની બાળકીનું નામ અનાયા અગ્રવાલ રાખ્યું છે.હવે અનાયા ત્રણ મહિનાની છે. તાજેતરમાં નેહાએ તેની ત્રણ મહિનાની દીકરીનું ફોટોશૂટ કરાવ્યું છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો