સોની ટીવીના કૂકિંગ રિયાલિટી શો માસ્ટરશેફ ઈન્ડિયા 13ને આખરે તેનો વિજેતા મળી ગયો છે. આસામની નયનજ્યોતિ સૈકિયા આ શોના વિજેતા બન્યા છે. નયનદીપે હોમ કૂક તરીકે 3 મહિનાના ટેસ્ટ બાદ માસ્ટર શેફનું બિરુદ મેળવ્યું છે. ટ્રોફીની સાથે વિજેતાને 25 લાખ રૂપિયાની રકમ પણ મળી છે. શોના જજ રણવીર બરારા, વિકાસ ખન્ના અને ગરિમા અરોરાએ નયનજ્યોતિ વિશે વાત કરી અને તે કેવી રીતે શોના લાયક વિજેતા છે તે વિશે વાત કરી.
આ પણ વાંચો : Reality Show: ‘DID સુપર મોમ્સ’ માટે ભારતી સિંહે આપ્યું ધમાકેદાર ઓડિશન, રેમો ડિસોઝાએ કર્યું રિજેક્ટ
માસ્ટરશેફ ઈન્ડિયાના ગ્રાન્ડ ફિનાલેમાં અનુભવી શેફ સંજીવ કપૂરની સાથે જજ, શેફ રણવીર બરાર, વિકાસ ખન્ના અને ગરિમા અરોરાએ હાજરી આપી હતી. તેણે શોના ત્રણ ફાઇનલિસ્ટને “સિગ્નેચર થ્રી-કોર્સ મીલ” માટે ચેલેન્જ કરી હતી.
25 લાખ રૂપિયાના ચેક અને ‘માસ્ટરશેફ ઈન્ડિયા’ની પ્રતિષ્ઠિત ટ્રોફી સાથે, નયનજ્યોતિને ગોલ્ડન શેફનો કોટ પણ આપવામાં આવ્યો હતો. આસામની નયનજ્યોતિની સાંતા સરમાહને પ્રથમ રનર અપ અને મુંબઈ, મહારાષ્ટ્રની સુવર્ણા બાગુલને સેકન્ડ રનર અપ જાહેર કરવામાં આવી હતી. પ્રથમ અને દ્વિતીય રનર્સ અપને રૂપિયા 5 લાખનો ચેક આપવામાં આવ્યો હતો અને બંનેને ચેકની સાથે મેડલ પણ આપવામાં આવ્યા હતા.
સ્વાદિષ્ટ મીઠાઈઓ પીરસવી એ નયનજ્યોતિની ખાસિયત હતી. તેના દ્વારા બનાવેલી વાનગીઓ બધાને ગમતી. માસ્ટર શેફની આ સફર 36 સ્પર્ધકો સાથે શરૂ થઈ હતી. આ બધાને પાછળ છોડીને નયને આ ટ્રોફી પોતાના નામે કરી લીધી.
નયનજ્યોતિ સૈકિયાએ કહ્યું કે, મારું એક સાદું સપનું હતું, હું માત્ર માસ્ટરશેફ ઈન્ડિયામાં જઈને રસોઈ બનાવવા માંગતો હતો, પરંતુ હવે મને લાગે છે કે મારા જીવનના તમામ લક્ષ્યો પૂરા થઈ ગયા છે. હું માત્ર માસ્ટરશેફ પર ગયો જ નહીં, પણ મને એપ્રોન પણ મળ્યો. મને મારા પર શંકા હતી, પરંતુ ત્રણેય જજોએ અમને ખૂબ પ્રોત્સાહિત કર્યા, ખાસ કરીને શેફ વિકાસ જેણે ઓડિશનના દિવસથી મને ઘણી મદદ કરી છે.
નયને આગળ કહ્યું કે “સૌથી મોટી વાત એ છે કે મારા પિતા એ બધામાં સૌથી ખુશ છે. આ પ્લેટફોર્મે મને જે તકો આપી છે, તેની હું કલ્પના પણ કરી શકતો નથી. હું હંમેશા આ પ્લેટફોર્મનો આભારી રહીશ”
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…