રિયાલિટી શો ‘બિગ બોસ ઓટીટી 2‘ એ તેની શરૂઆતના 4 અઠવાડિયા પૂરા કર્યા છે. હવે ચાહકો આ શોની સ્ટોરીને સારી રીતે સમજવા લાગ્યા છે કે, કોણ કોના પર ગુસ્સો આવી રહ્યો છે. મિત્રતા ક્યારે દુશ્મનીમાં બદલાય છે ? એક એવી વાત સામે આવી છે કે આ રિયાલિટી શોના શરૂઆતના દિવસોમાં મનીષા રાની અને બબીકા ધુર્વે વચ્ચે સારી મિત્રતા હતી, પરંતુ હવે બંને શોમાં એકબીજા સાથે લડતા જોવા મળે છે.
એક એપિસોડમાં બંન્ને વચ્ચે ખુબ મોટો ઝગડો જોવા મળ્યો હતો. હવે તો લોકો બંન્નેના કેરેક્ટર પર સવાલો ઉભા કરી રહ્યા છે. જેના કારણે એક વીડિયો સામે આવ્યો છે જેમાં કેરેક્ટરને લઈ હવે મનીષા રાનીના ચાહકોનો ગુસ્સો બેબિકા પર જોવાા મળી રહ્યા છે.
Kabhi sweet, kabhi bitter! Bebika and Manisha’s friendship has been a rollercoaster ride💔
To find out what happened, watch tonight’s #WeekendKaVaar episode at 9pm. Streaming free only on #JioCinema.#BBOTT2 #BBOTT2onJioCinema #BiggBossOTT2 @beingsalmankhan pic.twitter.com/1wnVQfsvjC
— JioCinema (@JioCinema) July 15, 2023
(twitter : JioCinema)
આ પણ વાંચો : Jhoom Ke Sawan Aaya Hai : લેટેસ્ટ આલ્બમ સોંગ ઝૂમ કે સાવન આયા હૈ Lyrics અને Video જુઓ અહીં
બિગ બોસ ઓટીટી 2ની બેબિકા ધુર્વે અને મનિષા રાનીની વચ્ચે ખુબ ઝગડો જોવા મળી રહ્યો છે. હાલમાં ઘરમાં બંન્ને વચ્ચે તુ..તુ મેં..મે જોવા મળી હતી. પહેલા બેબિકાએ મનિષાને અપશબ્દો કહ્યા હતા. ત્યારબાદ મનિષાએ પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
તમને જણાવી દઈએ કે આ શોમાં સલમાન ખાન નહીં પરંતુ કૃષ્ણા અભિષેક સ્પર્ધકોને ક્લાસ આપતા જોવા મળ્યા હતા. તેણે મનીષા રાની સહિત શોમાં દરેક સ્પર્ધકને રિયાલિટી ચેક આપ્યો. કૃષ્ણાએ મનીષાને તેની એન્ટ્રીનો વીડિયો બતાવ્યો, જેમાં તે સલમાન ખાન સાથે ફ્લર્ટ કરતી જોવા મળી હતી.
ત્યારબાદ કૃષ્ણા ધરના સભ્યોને પુછ્યું કે, આજે પણ મનિષા આવી જ છે. જેવી સ્ટેજ પર હતી. આ સવાલના જવાબમાં દરેક સભ્યોએ જવાબ ના પાડ્યો હતો. શોમાં સૌ લોકોએ કહ્યું હવે મનિષા દિલથી નહિ દિમાગથી રમી રહી છે. આ વાતને લઈ મનિષા અને બેબિકામા ઝગડો થયો હતો. મનિષાના ચાહકોએ પણે તેને ટ્રોલ કરી રહ્યા છે.