Khatron ke Khiladi 12 Winner : તુષાર કાલિયાએ ખતરો કે ખિલાડીની ટ્રોફી જીતી, જુઓ વીડિયો

તુષાર કાલિયાએ ખતરોં કે ખિલાડી 12 માં શરૂઆતથી જ શાનદાર પરફોર્મન્સ આપ્યું હતું. રોહિત શેટ્ટી સાથે તમામ સ્પર્ધકો આ ડાન્સર અને કોરિયોગ્રાફરના ફેન બની ગયા હતા.

Khatron ke Khiladi 12 Winner : તુષાર કાલિયાએ ખતરો કે ખિલાડીની ટ્રોફી જીતી, જુઓ વીડિયો
તુષાર કાલિયાએ ખતરો કે ખિલાડીની ટ્રોફી જીતી, જુઓ વીડિયો
Image Credit source: Twitter
| Edited By: | Updated on: Sep 26, 2022 | 11:10 AM

Khatron ke Khiladi 12 Winner : કલર્સ ટીવીનો સુપરહિટ એડવેન્ચર રિયાલિટી શો ખતરોં કે ખિલાડી 12 (Khatron ke Khiladi) તેનો વિજેતા મળી ગયો છે. કોરિયોગ્રાફર તુષાર કાલિયા (Tushar Kalia)એ રોહિત શેટ્ટીના શોની ટ્રોફી જીતી છે. તુષાર કાલિયા સાથે જન્નત ઝુબેર, મોહિત મલિક, ફૈઝલ શેખ અને રૂબીના દિલાઈક KKK 12ના ફાઇનલિસ્ટ બન્યા. જો કે, આ 5 ફાઇનલિસ્ટમાંથી, ફૈઝલ અને તુષાર વચ્ચે છેલ્લી મેચ હતી અને આ છેલ્લી ટક્કરમાં તુષાર કાલિયાએ શ્રી ફૈઝુને હરાવીને શોની ટ્રોફી જીતી હતી

ટ્રોફી સાથે પૈસા મળ્યા

ખતરોં કે ખિલાડી 12ની ચમ ચમાતી ટ્રોફીની સાથે તુષાર કાલિયાને 20 લાખ રૂપિયાનો ચેક પણ મળ્યો હતો. આ પૈસા ઉપરાંત શોની સ્પોન્સર કંપનીએ તુષાર કાલિયાને એક લક્ઝુરિયસ ગાડી પણ ગિફ્ટ કરી છે. શોના ગ્રાન્ડ ફિનાલેનું શૂટિંગ ગત્ત રવિવારે કરવામાં આવ્યું હતું. વિજેતાને મળેલી કારની ચાવી સાથે તુષાર કાલિયાના ફોટાને કારણે તેમના વિજેતા હોવાના સમાચાર પહેલાથી જ ચર્ચામાં આવી ગયા હતા.

 

અહીં તુષાર કાલિયાના કેટલાક રસપ્રદ વીડિયો છે

 

 

 

 

 

 

 

કનિકા માનને બહાર થવું પડ્યું

ખતરોં કે ખિલાડી 12ની ટોપ 6 લિસ્ટમાં કનિકા માનનું નામ પણ સામેલ હતું. પરંતુ તેને ફિનાલે રેસ પહેલા શોમાંથી બહાર થવું પડ્યું હતું. આ છેલ્લો ટાસ્ક કનિકા માન અને જન્નત ઝુબેર વચ્ચે હતો. બંનેએ આ ટાસ્ક પૂર્ણ કર્યું પરંતુ જન્નતની કનિકા કરતાં ઓછા સમયમાં આ ટાસ્ક પૂર્ણ કર્યું અને ફિનાલેમાં પોતાનું સ્થાન બનાવ્યું.