Lock Upp બીજી સિઝનમાં કરણ કુન્દ્રાને રિપ્લેસ કરશે બિગ બોસ ફેમ આ અભિનેત્રી, બનશે જેલર

રૂબીના દિલાઈક બિગ બોસની વિજેતા રહી ચૂકી છે. બિગ બોસ જીત્યા બાદ આ પ્રખ્યાત અભિનેત્રી ખતરોં કે ખિલાડી અને ઝલક દિખલા જામાં પણ સામેલ થઈ હતી.

Lock Upp  બીજી સિઝનમાં કરણ કુન્દ્રાને રિપ્લેસ કરશે બિગ બોસ ફેમ આ અભિનેત્રી, બનશે જેલર
| Edited By: | Updated on: Feb 23, 2023 | 9:52 AM

કંગના રનૌતનો ફેમસ રિયાલિટી શો લોક અપ ફરી એકવાર સીઝન 2 સાથે OTTની દુનિયામાં કમબેક કરી રહ્યો છે. આ શોની સીઝન 2 ના સમાચારની સાથે દર્શકોનો ઉત્સાહ પણ ઝડપથી વધી રહી છે. ક્યારેક આ શોમાં સામેલ સ્પર્ધકોના કારણે તો ક્યારેક શોની હોસ્ટ કંગનાના કારણે, લોક-અપ છેલ્લા કેટલાક અઠવાડિયાથી હેડલાઇન્સમાં છે.તમને જણાવી દઈએ કે, લોક અપ ચોક્કસપણે ભારતના OTT પ્લેટફોર્મનો સૌથી પ્રિય શો બની ગયો છે.

આ શોની પ્રથમ સીઝન મુનાવર ફારૂકીએ જીતી હતી. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, કરણ કુન્દ્રા, જે છેલ્લી સિઝનમાં જેલરની ભૂમિકા ભજવી રહ્યો હતો, તે કદાચ આ સિઝનનો ભાગ નહીં હોય. બિગ બોસ 14 ની વિનર રૂબિના દિલાઈક કરણની જગ્યા લેવા જઈ રહી છે.

 

 

કરણ કુન્દ્રા વ્યસ્ત શિડ્યુલને કારણે શોનો ભાગ નહીં બને

કરણ કુન્દ્રા કલર્સ ટીવીની ઇશ્ક મેં ઘાયલ સિરિયલનો ભાગ બન્યો છે. વીર ઓબેરોયનું મુખ્ય પાત્ર ભજવતો અભિનેતા બિગ બોસ 15નો સેકન્ડ રનર અપ રહ્યો છે. સૂત્રો પાસેથી એવા અહેવાલો છે કે, બિગ બોસ 14 ની વિજેતા અને અભિનેત્રી રુબિના દિલાઈક જેલર તરીકે તેનું સ્થાન લઈ શકે છે. રૂબીના તાજેતરમાં ખતરોં કે ખિલાડી અને ઝલક દિખલા જા જેવા રિયાલિટી શોનો ભાગ રહી છે.

 

 

શું રૂબીના બનશે નવી જેલર?

જો કે, રૂબીનાએ થોડા સમય પહેલા આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને એક ઈન્ટરવ્યુમાં વાત કરતા તેણે તેને માત્ર અફવા ગણાવી હતી. જો કે, કોન્ટ્રાક્ટને કારણે ઘણી વખત કલાકારો તેમના નવા શો વિશે ખુલીને વાત કરી શકતા નથી. જો કે, હવે જોવું રસપ્રદ રહેશે કે જો કરણની જગ્યાએ રૂબીના જેલર બને છે, તો તે તેના નવા કેદીઓને કેવી રીતે સામનો કરશે.