કપિલ શર્માએ પુત્રી અનાયરા સાથે અને ભારતી સિંહે પુત્ર ગોલા અને મિત્ર કૃષ્ણા સાથે કર્યું રેમ્પ વોક, જુઓ Viral Video

કોમેડિયન કપિલ શર્માએ (Kapil Sharma) રવિવારે રાત્રે એક ઈવેન્ટમાં દીકરી સાથે અને ભારતી સિંહે પુત્ર ગોલા અને મિત્ર કૃષ્ણા સાથે રેમ્પ વોક કર્યું હતું. હાલમાં પિતા-પુત્રી અને ભારતી અને ગોલાનો ક્યૂટ રેમ્પ વોકનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કપિલ શર્માએ પુત્રી અનાયરા સાથે અને ભારતી સિંહે પુત્ર ગોલા અને મિત્ર કૃષ્ણા સાથે કર્યું રેમ્પ વોક, જુઓ Viral Video
Kapil Sharma - Bharti Singh
| Edited By: | Updated on: May 15, 2023 | 6:28 PM

કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા ખૂબ જ લોકપ્રિય છે. તે તેના શો કોમેડી નાઈટ વિથ કપિલ શર્માથી ઘરે-ઘરે ફેમસ છે અને લોકોને ખૂબ હસાવે છે. કપિલે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. હાલમાં કોમેડિયન કોઈ અન્ય કારણોસર ચર્ચામાં છે. એક્ટરે એક ઈવેન્ટમાં તેની પુત્રી દીકરી સાથે રેમ્પ વોક કર્યું હતું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

કપિલ શર્માએ દીકરી સાથે કર્યું રેમ્પ વોક

રવિવારે રાત્રે કપિલ શર્મા એક ઈવેન્ટમાં તેની 3 વર્ષની દીકરી અનાયરા સાથે રેમ્પ વોક કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન કપિલે તેની પુત્રીનો હાથ પકડીને રેમ્પ પર વોક કર્યું હતું. બ્લેક આઉટફિટમાં પિતા-પુત્રીની જોડી સુંદર લાગી રહી હતી. આ દરમિયાન કપિલે ઓડિયન્સને હાય કર્યું હતું અને તેની પુત્રીને પણ આવું કરવા કહ્યું. એટલું જ નહીં કપિલે પુત્રી અનાયરાને ફ્લાઈંગ કિસ આપવાનું પણ કહ્યું હતું. તો અનાયરાએ પિતાની વાત માનીને ક્યૂટ રીતે ફ્લાઈંગ કિસ કરી હતી. કપિલ અને તેની પુત્રીનો આ ક્યૂટ વીડિયોએ દિલ જીતી લીધા છે.

ભારતીએ પણ પુત્ર ગોલા સાથે કર્યું રેમ્પ વોક

કોમેડિયન ભારતી સિંહ તેની શાનદાર કોમેડી માટે જાણીતી છે, હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ આવ્યો છે, જેને જોઈને લોકો ખૂબ જ ઉત્સાહિત થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રે એક ઈવેન્ટમાં ભારતીએ તેના પુત્ર અને કૃષ્ણા અભિષેક સાથે રેમ્પ વોક કર્યું, જેના વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ વીડિયોને ફેન્સનો જબરદસ્ત પ્રેમ મળી રહ્યો છે.

આ પણ વાંચો : Parieenti Raghav Engagement: પરિણીતી ચોપરા-રાઘવ ચઢ્ઢા મિકા સિંહના ગીત પર ડાન્સ કરતા મળ્યા જોવા, જુઓ Viral Video

તમને જણાવી દઈએ કે રેમ્પ વોકના આ વીડિયોએ ફેન્સનું દિલ જીતી લીધું છે. ફેન્સ આ બંને વીડિયો પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. એક યુઝરે અનાયરા માટે લખ્યું છે કે “તે અબ્દુ રોજિકની નાની બહેન જેવી લાગે છે.” તો અન્ય એક યુઝરે લખ્યું છે કે તે ગિન્ની જેવી લાગે છે. ગોલા માટે કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું છે કે ‘ગોલા હવેથી દરેકના દિલ પર રાજ કરી રહ્યો છે.’ કોમેન્ટ કરતી વખતે અન્ય યુઝરે લખ્યું છે કે ‘ભારતીનો દીકરો તેના કરતા ક્યૂટ છે.’ અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘ત્રણેય એકસાથે ખૂબ જ ક્યૂટ લાગે છે.’ આ પહેલા પણ ગોલાના ઘણા વીડિયોએ સોશિયલ મીડિયા પર સનસનાટી મચાવી છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
Loading...
Unable to load recommendations.