કપિલ શર્મા દુબઈમાં અભિનેત્રી સાથે ફ્લર્ટ કરી રહ્યો હતો, પત્નીએ આવીને કર્યો પર્દાફાશ, જુઓ VIral Video

|

May 01, 2022 | 8:05 PM

હાલમાં જ કોમેડી કિંગ કપિલ શર્માએ (Kapil Sharma) પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અપલોડ કર્યો છે. જેમાં તે પોતાની કોમેડીથી સોશિયલ મીડિયા પર ફરીથી દર્શકોને હસાવતો જોવા મળી રહ્યો છે.

કપિલ શર્મા દુબઈમાં અભિનેત્રી સાથે ફ્લર્ટ કરી રહ્યો હતો, પત્નીએ આવીને કર્યો પર્દાફાશ, જુઓ VIral Video
Kapil Sharma (File Photo)

Follow us on

કપિલ શર્મા (Kapil Sharma) એ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીનો (Tellywood) એક એવો ચહેરો છે જેનાથી આજે દરેક વ્યક્તિ પરિચિત છે. કપિલને કોમેડીનો રાજા પણ કહેવામાં આવે છે. તેની કોમેડી કળાના દરેક લોકો દીવાના છે. માત્ર ભારતમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ કપિલ શર્માની ફેન ફોલોઈંગમાં તે સતત ચર્ચામાં જોવા મળે છે. કપિલ શર્મા તેના શો તેની કોમેડી કૌશલ્યને કારણે અવારનવાર ચર્ચામાં રહે છે. હાલમાં જ અભિનેતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે.

આ વીડિયો કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કર્યો છે. આમાં કપિલની સાથે ટીવી ઈન્ડસ્ટ્રીની એક એક્ટ્રેસ પણ જોવા મળી રહી છે. જેનું નામ રોશની ચોપરા છે. રોશનીએ ઘણા ડેઈલી સોપ્સ અને રિયાલિટી શોમાં પોતાના અભિનયનો જાદુ ફેલાવ્યો છે.

આ વાયરલ વીડિયોમાં, કપિલની સ્ટાઈલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. આ વીડિયોમાં બંને કલાકારો લાલ રંગની કાર સાથે જોવા મળે છે. પોતાની પોસ્ટના કેપ્શનમાં કપિલે લખ્યું છે કે, તે દુબઈમાં છે અને દુબઈમાં આવા લોકોને મૂર્ખ બનાવવામાં આવે છે. તેમજ હેશટેગ દુબઈ પણ લખેલ છે.

કપિલે પત્ની સુમોનાને ફરી મૂર્ખ બનાવી છે

કપિલ શર્માએ શેર કરેલી આ ક્લિપમાં તે અભિનેત્રીના સવાલોના ઉલટા જવાબ આપીને દર્શકોને હસાવી રહ્યો છે. આ દરમિયાન કપિલની પત્ની સુમોના બંનેને કારમાં બેઠેલા જોઈને ત્યાં આવે છે અને તેના પતિ બિટ્ટુ શર્માને એક્સપોઝ કરે છે. અભિનેત્રી સુમોના ચક્રવર્તી ‘ધ કપિલ શર્મા શો’માં તેની પત્નીની ભૂમિકા ભજવતી જોવા મળી રહી છે.

આ પણ વાંચો – આમિર ખાનની દીકરી આયરા ખાન ડિપ્રેશનથી લડી રહી છે, ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો અનુભવ

આ પણ વાંચો – EDની પૂછપરછમાં જેકલીને કર્યા ઘણા મોટા ખુલાસા, ઠગ સુકેશે ગિફ્ટમાં આપી હતી બિલાડી

Next Article