Video: અલગ અંદાજમાં પરત ફર્યો કપિલ શર્મા, દાદી પણ ફર્યા પરત

|

Aug 21, 2022 | 9:38 PM

કપિલ શર્મા (Kapil Sharma) શો ટૂંક સમયમાં દર્શકોને મળવા આવી રહ્યો છે. પરંતુ કપિલની સાથે સાથે તેનો મિત્ર અલી અસગર પણ હરીફ ચેનલ પર કમબેક કરવા જઈ રહ્યો છે.

Video: અલગ અંદાજમાં પરત ફર્યો કપિલ શર્મા, દાદી પણ ફર્યા પરત
Kapil-Ali
Image Credit source: Instagram

Follow us on

‘ધ કપિલ શર્મા’ના શોની આતુરતાથી રાહ જોઈ રહેલા ફેન્સ માટે સારા સમાચાર છે. ટૂંક સમયમાં જ દર્શકોનો આ પ્રિય શો ટીવી પર કમબેક કરી રહ્યો છે. આજે 21 ઓગસ્ટે આ શોનો પ્રોમો મુંબઈમાં શૂટ થઈ રહ્યો છે. આ દરમિયાન કપિલ શર્માએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર પોતાનો નવો લુક શેર કર્યો છે. આ લુકમાં કપિલ શર્મા (Kapil Sharma) એકદમ ફિટ લાગે છે. તેનો આ સ્ટાઇલિશ અંદાજ ફેન્સને પસંદ આવી રહ્યો છે. કપિલની સાથે સાથે તેના શોની દાદીએ પણ ટીવી પર કમબેક કર્યું છે. ‘દાદી’ અલી અસગર (Ali Asgar) કપિલ નહીં પરંતુ ઝલક દિખલા જા સાથે કમબેક કરી રહ્યો છે.

બોલિવૂડની ઘણી ફિલ્મો અને ટીવી શોમાં એક્ટિંગ કરનાર અર્ચનાપુરણ સિંહે પણ કપિલ શર્મા શોની વાપસીના સમાચાર તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર ફેન્સ સાથે શેર કર્યા છે. એક પોસ્ટ કરીને તેણે જણાવ્યું કે ટૂંક સમયમાં તેનો કોમેડી-શો ટીવી પર આવવાનો છે, અને તે શોના પ્રોમો શૂટ કરવા માટે તે સેટ પર જઈ રહી છે. થોડા મહિના પહેલા ‘ધ કપિલ શર્મા શો’ ઓફ એર થઈ ગયો હતો. જ્યારે શો બંધ થયો ત્યારે દર્શકો ખૂબ જ નારાજ હતા.

Airtel યુઝરને આ પ્લાનમાં મળી રહ્યું JioHotstarનું સબસ્ક્રિપ્શન ! આખી IPL જોઈ શકશો
SRH ની માલકિન કાવ્યા મારનનો બોયફ્રેન્ડ કોણ છે?
સ્વપ્ન સંકેત: રાત્રે કયા સમયે જોયેલા સપના સાચા થાય છે?
વિરાટ-સચિનથી પણ વધારે પૈસાદાર છે KKRની માલિક, જુઓ ફોટો
Nails Cutting: રાત્રે નખ કેમ ન કાપવા જોઈએ? જાણો ક્યારે અને કયા દિવસે નખ કાપવા શુભ છે!
ઘરમાં લાલ અને કાળી કીડીઓનું નીકળવું શુભ કે અશુભ? જાણો કઈ વાતનો આપે છે સંકેત

અહીં જુઓ કપિલનો નવો લૂક

અહીં જુઓ અર્ચના પુરણ સિંહનો વીડિયો

સપ્ટેમ્બરથી શરૂ થશે શો

કપિલ શર્માના શોનું લોન્ચિંગ સપ્ટેમ્બરમાં થશે. આ શો ‘ઇન્ડિયાઝ લાફ્ટર ચેલેન્જ’ને રિપ્લેસ કરશે. કપિલ શર્માની કોમેડીની જર્ની ઘણી જૂની છે, લોકો કપિલના શો સાથે ભાવનાત્મક રીતે જોડાયેલા છે. કપિલ શરૂઆતમાં કલર્સ ટીવી પર કોમેડી નાઈટ્સ વિથ કપિલ નામનો શો કરતો હતો. જે 22 જૂન 2013 થી 24 જાન્યુઆરી 2016 સુધી ચાલ્યો હતો. આ પછી શોને થોડા દિવસો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. વર્ષ 2016માં કપિલ શર્મા ફરી એકવાર સોની ટીવી પર ધ કપિલ શર્મા શો નામનો શો લઈને આવ્યો હતો. કપિલનો આ શો લગભગ 5 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. પહેલા આ શોમાં નવજોત સિંહ સિદ્ધુ હતા જે કપિલના જોક્સ પર હસતા હતા. થોડા સમય પછી જ્યારે નવજોત સિંહ સિદ્ધુએ શો છોડી દીધો તો અર્ચના પુરણ સિંહે તેમની જગ્યા લીધી.

અહીં જુઓ અલી અજગરનો વીડિયો

કલર્સ ટીવી શોથી ફરી રહ્યો છે પરત

અલી અસગરની વાત કરીએ તો અલી અસગર કલર્સ ટીવીના ઝલક દિખલા જા સાથે ટીવી પર પરત ફરી રહ્યો છે. કલર્સ ટીવી દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમોમાં તે દાદીના અંદાજમાં જોવા મળી રહ્યો છે. કલર્સ ટીવીનો આ શો 3 સપ્ટેમ્બરથી શરૂ થશે.