
બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અનુપમ ખેર અને નીના ગુપ્તાની ફિલ્મ ‘શિવ શાસ્ત્રી બલબોઆ’ આજે થિયેટરોમાં રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મ સાથે બોલિવૂડ એક્ટ્રેસ નરગીસ ફખરી લાંબા સમય બાદ મોટા પડદા પર પરત ફરી રહી છે. ફિલ્મના પ્રમોશન માટે તેની કાસ્ટ કોમેડિયન કપિલ શર્માના શોમાં પહોંચી હતી, જ્યાં ફિલ્મની કાસ્ટે ખૂબ જ મસ્તી કરી હતી.
આ એપિસોડનો એક પ્રોમો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને દર્શકો હસવાનું રોકી શક્યા નથી. શોનો આ મજેદાર એપિસોડ આ વીકના અંતમાં ટીવી પર પ્રસારિત થશે. જેમાં હંમેશાની જેમ કપિલ શર્મા અને કીકુ શારદા તેમના જબરદસ્ત કોમિક ટાઈમિંગથી દર્શકોને હસાવશે.
‘ધ કપિલ શર્મા શો’ના લેટેસ્ટ પ્રોમોમાં કિકુ શારદા અનુપમ ખેરને કહે છે કે આ ફિલ્મના ટ્રેલરમાં તમે બોક્સર શોધી રહ્યા છો, જેના પર અનુપમ ખેર કહે છે કે હા, હું બોક્સર શોધી રહ્યો છું. આ સાંભળીને કીકુ શારદા કહે છે કે મારા દાદા પણ એ બોક્સર શોધી રહ્યા છે જેને તેમણે ઘરની છત પર સૂકવવા માટે મૂક્યું હતું.
આ સાંભળીને ત્યાં હાજર દરેક લોકો હસવા લાગ્યા. આ પછી કપિલ શર્મા એક્ટ્રેસ નરગિસ ફખરીને તેની ફિલ્મનું નામ પૂછે છે, તો નરગીસ બોલવાનો પ્રયત્ન કરે છે, પરંતુ બોલી શકતી નથી. જે બાદ કપિલ શર્મા તેને ટંગ ટ્વિસ્ટર કહે છે અને તેની જીભ પણ લપસવા લાગે છે. જે સાંભળીને બધા જોરથી હસવા લાગે છે.
આ પણ વાંચો : Shiv Shastri Balboa: 5 હજાર સૈનિક જોશે અનુપમ ખેરની ફિલ્મ, એક્ટરે શેયર કર્યો ખાસ Video
અજયન વેણુગોપાલનના નિર્દેશનમાં બનેલી અનુપમ ખેરની ફિલ્મ ‘શિવ શાસ્ત્રી બાલ્બોઆ’ 10 ફેબ્રુઆરીએ થિયેટરોમાં રિલીઝ થઈ છે. અનુપમ ખેર સિવાય આ ફિલ્મમાં નીના ગુપ્તા, જુગલ હંસરાજ, નરગીસ ફખરી અને શારીબ હાશ્મી પણ લીડ રોલમાં છે. અનુપમ ખેર અને નીના ગુપ્તા છેલ્લે સૂરજ બડજાત્યાની ઉંચાઈમાં પણ સાથે જોવા મળ્યા હતા. આ સિવાય અનુપમ ખેર વિવેક અગ્નિહોત્રીની અપકમિંગ ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ અને કંગના રનૌતની ફિલ્મ ‘ઈમરજન્સી’માં જોવા મળશે.