‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળી શકે આ ‘ટપ્પુ’, આ બાળ કલાકારે આપ્યું ઓડિશન

સોની સબ ટીવીની ફેમસ ટીવી સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં (Taarak Mehta Ka Ooltah Chashmah) ટપ્પુની ભૂમિકા ભજવનાર એક્ટર રાજ અનડકટે આ શોને અલવિદા કહ્યા બાદ નવા ટપ્પુની શોધ માટે ઓડિશન ચાલી રહ્યા છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જોવા મળી શકે આ ‘ટપ્પુ’, આ બાળ કલાકારે આપ્યું ઓડિશન
Jenish Buddhadev
Image Credit source: Instagram
| Edited By: | Updated on: Jan 17, 2023 | 7:57 PM

સોની સબનો પોપ્યુલર કોમેડી શો તારક મહેતા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતો રહ્યો છે. ત્યારે આ શો તેમજ શોના દરેક કલાકારો પણ ઘર ઘરમાં જાણીતા બન્યા છે. આ દરમિયાન શોમાં કેટલાક નવા કલાકારો જોડાયા અને ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે, જેના કારણે ફેન્સમાં પણ નિરાશા જોવા મળી હતી. થોડા સમય પહેલાં જ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુની ભૂમિકા ભજવનાર એક્ટર રાજ અનડકટે આ શોને અલવિદા કહી દીધું હતું.

રાજકોટના બાળ કલાકારે આપ્યું ઓડિશન

આ પહેલા ગુજરાતી કલાકાર ભવ્ય ગાંધી નાનપણથી જ ટપ્પુની ભૂમિકા ભજવતો હતો. ભવ્ય ગાંધીએ 2008થી 2017 સુધી ટપ્પુનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ ભવ્ય ગાંધીએ શો છોડી દીધો. ભવ્ય ગાંધીએ સિરિયલ છોડ્યા બાદ આ પાત્રને રાજ અનડકટે ભજવ્યું. રાજ અનડકટે 2017થી 2022 સુધી આ પાત્રને ભજવ્યું હતું. હવે મળતી માહિતી મુજબ નવા ટપ્પુની શોધમાં ઓડિશન ચાલી રહ્યા છે. રાજકોટના એક બાળ કલાકારે ટપ્પુના રોલ માટે ઓડિશન આપ્યું છે.

ટપ્પુના પાત્રમાં જોવા મળી શકે છે આ કલાકાર

સૌરાષ્ટ્રમાંથી આ રોલ માટે ઓડિશન આપનાર જેનીશ બુદ્ધદેવ આવનારા સમયમાં ટપ્પુના પાત્રમાં જોવા મળી શકે છે. જેનીશે અત્યાર સુધી પાંચ હિન્દી સિરિયલમાં કામ કર્યું છે. જેનીશ રાણી અહિલ્યાબાઈ, મેરે સાંઈ, ડો. ભીમરાવ આંબેડકર, વિઘ્નહર્તા ગણેશ, રાધા-કૃષ્ણનો સમાવેશ થાય છે. આ સિવાય જેનીશે ધમણ નામની એક ગુજરાતી ફિલ્મમાં અભિનય કર્યો છે. જેનીશ બુદ્ધદેવે પિરિયડ ડ્રામા અથવા તો માઈથોલોજિકલ પ્રકારની સીરિયલો કરી છે. હવે કોમેડી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જોવા મળી શકે છે.

આ પણ વાંચો : માસ્ટર શેફ જજ Ranveer Brar, વાપરે છે લાખોની કિંમતનુ ચાકુ, કિંમત સાંભળીને ચોંકી જશો

શોમાં નવા ટપ્પુની થશે એન્ટ્રી

તમને જણાવી દઈએ કે ઘણાં સમય પહેલા જ રાજ અનડકટે ઘણાં સમય પહેલા જ આ શોનું શૂટિંગ કરવાનું બંધ કરી દીધું છે. તેના શો છોડવાને કારણે ફેન્સ ઘણાં સવાલો કરી રહ્યા છે. સૂત્રો મુજબ ટૂંક સમયમાં જ રાજ અનડકટ નવા પ્રોજેક્ટમાં લીડ રોલમાં જોવા મળશે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રાજે ભવ્ય ગાંધીએ રિપ્લેસ કર્યો છે. હવે નવો ટપ્પુ કોણ આવશે તે જાણવા ફેન્સ એક્સાઈટેડ છે. આ શોના પાત્ર માટે પ્રોડક્સન હાઉસ તરફથી 6 મહિના પહેલા જ ઓડિશન શરું કરવામાં આવ્યું હતું.

Published On - 5:10 pm, Tue, 17 January 23